KARJANVADODARA

મિનેષભાઈ પરમારની નોટરી તરીકે નિમણૂક કરવામાં આવતા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા…

કરજણ ના એડવોકેટ મિનેશભાઈ પરમાર ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે.

નરેશપરમાર. કરજણ,

મિનેષભાઈ પરમારની નોટરી તરીકે નિમણૂક કરવામાં આવતા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા…

કરજણ ના એડવોકેટ મિનેશભાઈ પરમાર ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે.

કરજણ તાલુકાના પાછીયાપુરા ગામના રહીશ મિનેષ પરમાર કે જેઓ મૂળ નિવાસી એકતા મંચના અઘ્યક્ષ કમ એડવોકેટ કે જેઓ એક યુવા પેઢી માટે માર્ગદર્શક બન્યા છે. તેઓની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણુક થતા મૂળ નિવાસી એકતા મંચના સદસ્યો તેમજ સમાજમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી છે. ભારત સરકાર દ્વારા નોટરી તરીકેની નિમણુકની યાદી તારીખ – ૦૧/૦૨/૨૦૨૩ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.અને તારીખ ૨૦/૦૧/૨૦૨૫ ના રોજ નોટરી તરીકે પ્રેક્ટીસ કરવા માટે પ્રમાણપત્ર ભારત સરકાર ના કાયદા વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે.વડોદરા જિલ્લાના કરજણ કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરતા કરજણ બાર એશોશિએશનના પ્રમુખ અને મૂળનિવાસી એકતા મંચ નામનું સામાજિક સંગઠન ચલાવતા જાણીતા એડવોકેટ મિનેષ પરમારની ભારત સરકાર દ્વારા નોટરી એડવોકેટ તરીકે નિમણૂક કરવામાં આવી છે તે બદલ મૂળનિવાસી એકતા મંચના આગેવાનો એ અને કરજણ તાલુકાના આજુબાજુના ગામનો આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં હતી અને સમર્થકો માં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને સાથે સાથે મીનેશભાઈ એડવોકેટ વકીલાતના વ્યવસાયમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

 

Back to top button
error: Content is protected !!