SINORVADODARA

સાધલી ગામે મોહરમ પર્વ નિમિત્તે ચાંદીના કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા


ફૈઝ ખત્રી…શિનોર
મોહરમ પર્વ નિમિત્તે શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ બસ સ્ટેન્ડ ખાતે ચાંદીના કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા છે.

સાધલી ગામમાં મોહરમ પર્વ કોમી એકતા, ભાઈચારા અને શાંતિના સંદેશ સાથે ઉજવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામના મુસ્લિમ સમાજ તેમજ તમામ સમાજના લોકોના સહકારથી પર્વની ઉજવણી કરવામાં આવશે.
આ પ્રસંગે સાધલી યંગ સર્કલ દ્વારા મોહરમ પર્વ નિમિત્તે સરબત, ફ્રૂટ સલાડ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાનો દ્વારા સાદગીપૂર્ણ અને શાંતિમય માહોલમાં પર્વની ઉજવણી કરવામાં આવશે.
ગામમાં મોહરમ પર્વને લઈને ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે કોમી એકતા અને સૌહાર્દના સુંદર દર્શન પણ થઈ રહ્યા છે.

Back to top button
error: Content is protected !!