BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ શૈક્ષણિકસંકુલ, વિસનગરમાં સ્વ.માનસિંહભાઈ પૃ.પટેલની 53 મી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ તથા અમૃત મહોત્સવ અંતર્ગત દાતાશ્રીઓ તરફથી દાનની અવિસ્મરણીય સરવાણી વહી.       

1 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આદર્શ શૈક્ષણિકસંકુલ, વિસનગરમાં સ્વ.માનસિંહભાઈ પૃ.પટેલની 53 મી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ તથા અમૃત મહોત્સવ અંતર્ગત દાતાશ્રીઓ તરફથી દાનની અવિસ્મરણીય સરવાણી વહેતી થઈ હતી. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલમાં તા-30/09/2023 ના રોજ સ્વ.માનસિંહભાઈ પૃ.પટેલની 53 મી પુણ્યતિથિ તેમજ અમૃત મહોત્સવ-2023 અંતર્ગત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરના વિકાસ માટે દાતાશ્રીઓ તરફથી અવિસ્મરણીય દાનની સરવાણી વહી હતી. જેમાં શ્રી કનુભાઈ ચૌધરી (બિલ્ડર, પ્રમુખ ગ્રુપ, ગાંધીનગર તથા ડિરેક્ટરશ્રી, દૂધસાગર ડેરી, મહેસાણા) એ ₹2,25,25,525/- શ્રી બાબુભાઈ જે. દેસાઈ (સંસદ સભ્ય-રાજ્યસભા) તેમના ધર્મપત્ની સ્વ.અંબાબેન બાબુભાઈ દેસાઈના નામે ₹11,11,111/- શ્રી પરબતભાઈ પટેલ (સંસદ સભ્ય-લોકસભા, બનાસકાંઠા) એ ₹1,11,111/- રકમનું દાન કર્યું હતું.આ સાથે સમાજના અન્ય દાતાશ્રીઓએ પણ આ પ્રસંગે દાન કરેલ. જે દાતાશ્રીઓમાં ₹21,11,111/- ગં.સ્વ. હીરાબેન મોતીભાઈ ચૌધરી (ચરાડા),₹11,11,111/- સ્વ.મહાદેવભાઈ નાથુભાઈ ચૌધરી (ઉચરપી), ₹5,51,111/- શ્રી ડાહ્યાભાઈ રેવાભાઈચૌધરી(કમાલપુર-ધીણોજ), ₹5,51,111/- શ્રી જીવરામભાઈ નાથુભાઈ ચૌધરી (રાજપુર-વડનગર), ₹5,51,111/- શ્રી બાબુભાઈ પુંજાભાઈ ચૌધરી (પુનાસણ), ₹2,25,000/- સ્વ.શ્રી નરસંગભાઈ દલસંગભાઈ ચૌધરી (બ્રાહ્મણવાડા), ₹1,11,111/- શ્રી રમેશભાઈ ફુલજીભાઈ ચૌધરી (માજી સરપંચ,કુકસ), ₹1,11,111/- શ્રી કાન્તીભાઈ બાબુભાઈ ચૌધરી-શ્રોપ (બોરીયાવી), ₹1,11,111/- શ્રી બાબુભાઈ જોઈતાભાઈ માધાભાઈ ચૌધરી (કામલપુર-ગોઠવા) ₹1,11,111/- શ્રી મનુભાઈ કોદરભાઈ પટેલ (પાદરડી-ખેડબ્રહ્મા), ₹51,111/- શ્રી કાન્તીભાઈ ફલજીભાઈ ચૌધરી(બાસણા),₹51,111/- શ્રી અભેસિંહ વેલજીભાઈ ચૌધરી-વકીલ (બ્રાહ્મણવાડા), ₹51,111/- શ્રી ઈશ્વરભાઈ વી. ચૌધરી- કાજીઅલીયાસણા (જેલ અધિક્ષક, મહેસાણા), ₹51,111/- સ્વ.શ્રી કેશવલાલ દોલજીભાઈ ચૌધરી (પાલડી), ₹51,111/- શ્રી અમથાભાઈ ચૌધરી( પૂર્વ ચેરમેનશ્રી, એ.પી.એમ.સી., રાધનપુર), ₹11,111/- શ્રી ગણેશભાઈ આર.ચૌધરી,પૂર્વ એ.ડી.આઈ.,પાટણ (કમાલપુર-ધીણોજ) વગેરે દાતાશ્રીઓએ સંસ્થાના વિકાસમાં સહભાગી થવા દાન આપેલ. તમામ દાતાશ્રીઓનું કેળવણી મંડળ દ્વારા સાલ ઓઢાળી સન્માન કરવામાં આવેલ. આમ આજે ત્રણ કરોડ જેટલી માતબર રકમનું દાન મળેલ અને આજદિન સુધી પંદર કરોડ રૂપિયા જેટલું દાન મળેલ છે.આ સાથે સ્વ. માનસિંહભાઈ પૃ. પટેલના જીવનમાંથી પ્રેરણા લઈ અમૃત મહોત્સવ અંતર્ગત તથા વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના રક્તદાતાશ્રી એવા યુવાન ભાઈઓ-બહેનો દ્વારા સ્વ. માનસિંહભાઈના જન્મના 103 વર્ષ થયેલ હોઈ 103 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. રક્તદાન કરેલ તમામ ભાઈઓ-બહેનોને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર તરફથી વોટર જગ તથા બ્લડ બેન્ક તરફથી પણ આકર્ષક ભેટ આપવામાં આવી હતી. શ્રી જે. ડી. ચૌધરીએ (મંત્રીશ્રી, અ.આં.કે. મંડળ, વિસનગર) સ્વ. માનસિંહભાઈના માનવ ઉપયોગી કાર્યોને યાદ કરીને તમામ મહાનુભાવો, સમાજના આગેવાનો, વડીલો , દાતાશ્રીઓ, યુવાનો અને સમગ્ર શૈક્ષણિક સંકુલના સ્ટાફ મિત્રોનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક શ્રી એલ.જી.ચૌધરી અને શ્રીમતી કોકીલાબેન કે. ચૌધરીએ કર્યું હતું. કાર્યક્રમના અંતે સૌ સ્વરુચિ ભોજન લઈ છૂટા પડ્યા હતા.આમ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓ તથા આદર્શ શૈક્ષણિક સંકુલના તમામ આચાર્યશ્રીઓના માર્ગદર્શન નીચે સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી દ્વારા સફળ રહ્યુ હતું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!