SINORVADODARA

શિનોર પોલીસે ચોરીના બે ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો


ફૈઝ ખત્રી…શિનોર
શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના બે ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. રાજ્યવ્યાપી ‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ પેરોલ-ફર્લો સ્ક્વોડ દ્વારા બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના બે અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલ આરોપી મુકેશભાઈ મથુરભાઈ સંગાડા છેલ્લા પાંચ વર્ષથી ફરાર હતો. આરોપીની શોધખોળ દરમિયાન પેરોલ-ફર્લો સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસે નડિયાદ શહેરના સંતરામ પોલીસ ચોકી નજીક વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ તેને વધુ કાયદેસરની કાર્યવાહી માટે શિનોર પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.
પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને ચોરીના અન્ય ગુનાઓમાં તેની સંડોવણી અંગે પણ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે શિનોર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!