ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના આવાખલ ગામ ખાતે સમસ્ત વસાવા સમાજ નો 16 મો સમૂહ લગ્ન યોજાયો હતો જેમાં 25 નવયુગલો એ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.
શિનોર ના અવાખલ ગામે સ્કૂલના વિશાળ પટાનગન માં સમસ્ત વસાવા સમાજ દ્વારા 16 માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 25 નવ યુગલો એ પ્રભુતામાં પગલા પાડ્યા હતા હિન્દુ પરંપરા પ્રમાણે ભૂદેવો દ્વારા ધાર્મિક વિધિ મંત્રોચ્ચાર કરી 25 જેટલા નવયુગલો એ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સમૂહ લગ્નમાં જનમેદની મોટી સંખ્યામાં ઉમટી હતી અને વરરાજા ને ડીજેના તાલે વરઘોડો કાઢવામાં આવ્યો હતો 4,000 થી 5000 ગામના અગ્રણી અને આવેલા મહેમાનોએ ભોજન નો લાભ લીધો હતો જેમાં ઉપસ્થિત મહેમાનો સમસ્ત વસાવા સમાજ ગુજરાત પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવા બલેશ્વર, જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન શૈલેષભાઈ વસાવા, અવાખલ કબીર મંદિર મુક્તામણી નામ સાહેબ, પટેલ સમાજના અગ્રણી પટેલ પ્રદીપભાઈ લાલજીભાઈ, સેગવા સરપંચ અલ્પેશભાઈ વસાવા, તરવા ડેપ્યુટી સરપંચ રાજેશભાઈ વસાવા, અવાખલ વસાવા સુભાષભાઈ. મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા..