SINORVADODARA

સાધલી–કાયાવરોહણ માર્ગ પર ઝાડ ધરાશાયી, એક કલાક વાહનવ્યવહાર ખોરવાયો હતો..


ફૈઝ ખત્રી…શિનોર
આગાહી મુજબ વરસેલા ભારે વરસાદને પગલે વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. ભારે વરસાદ અને પવનના કારણે શિનોર તાલુકાના સાધલી–કાયાવરોહણ મુખ્ય માર્ગ પર એક મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો.
વૃક્ષ માર્ગ પર પડતાં અંદાજે એક કલાક સુધી બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને અનેક વાહનચાલકો અટવાઈ પડ્યા હતા. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું હતું અને ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરીને માર્ગ પરથી ઝાડ દૂર કરવામાં આવતા વાહનવ્યવહાર ફરી શરૂ થયો હતો, જેના કારણે અટવાયેલા વાહનચાલકોને રાહત મળી હતી. ભારે વરસાદને કારણે શિનોર પંથકના વિવિધ વિસ્તારોમાં પણ જનજીવન પર અસર જોવા મળી રહી છે.

Back to top button
error: Content is protected !!