GUJARATVALSAD

Valsad: ૧૮૧ મહિલા અભ્યમ હેલ્પલાઈનને સફળતાના ૧૦ વર્ષ પૂર્ણ,૧૬,૧૬,૮૪૪ મહિલાઓએ મદદ માટે મદદ કોલ કર્યા

વાત્સલ્યમ સમાચાર
   મદન વૈષ્ણવ

વલસાડ જિલ્લામાં વર્ષ ૨૦૨૪માં ૬૪૫ પીડિત મહિલાઓએ મદદ મેળવી, ૪૯૨ કેસમા સમાધાન કરાવાયું
ગુજરાત સરકારશ્રીની ફ્લેગશીપ યોજના તરીકે મહિલાઓના શારીરિક, માનસિક, જાતિય અત્યાચાર અને ઘરેલું હિંસા સહિતમાં ત્વરિત પ્રતિસાદ, માર્ગદર્શન અને બચાવની અસરકારક કામગીરી કરનાર ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈને સફળતાના દસ વર્ષ પૂર્ણ થયા છે.
મહિલાઓ પર થતા અત્યાચારમાં તાત્કાલિક ધોરણે મદદ પહોંચાડી શકાય તે હેતુ થી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિભાગ તેમજ ગૃહ વિભાગ દ્વારા તા. ૮ માર્ચ ૨૦૧૫ને આંતરરાષ્ટ્રીય મહીલા દિવસે ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન કાર્યાન્વિત કરવામાં આવી હતી. ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા જેનું સંચાલન કરવામાં આવે છે. આ સેવા દ્વારા મહિલાઓને અત્યાચારની સામે સુરક્ષા અને સરકારશ્રીની મહિલાલક્ષી પ્રાથમિક માહિતી પણ આપવામાં આવે છે.
યોજનાના પ્રારંભથી લઈને ૨૦૨૫માં અત્યાર સુધી કુલ ૧૬,૧૬,૮૪૪ મહિલાઓએ મદદ માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કર્યા હતા. જેમાં ઘટના સ્થળે પહોંચી ૩,૨૪,૪૦૧ ને મદદ પહોંચાડી ગંભીર પ્રકારના ગુનાઓ સામે અને જરૂરિયાત મુજબ ૯૯૪૬૭ જેટલાં મહિલાઓના ગંભીર કેસમાં ઘટના સ્થળે પહોંચી અભયમ રેસ્કયુવાનની ટીમે મદદ, સલાહ અને બચાવ કાર્ય કર્યા છે. આ ઉપરાંત ૨,૦૫,૦૫૧ જેટલાં કેસમાં સમાધાન કરાવવામાં સફળતા મળી છે.
વલસાડ જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૬૪૫ જેટલી પીડિત મહિલાઓએ મદદ મેળવી છે. જેમાં ૪૯૨ જેટલી મહિલાઓના કેસમાં સમાધાન કરાવવામાં આવ્યુ છે તેમજ ૧૬૭ જેટલી મહિલાઓને સખી વન સ્ટોપ સેન્ટરમાં અને અન્ય સંસ્થાઓમાં આશ્રય /અરજી અપાવી છે.
રાજ્યના તમામ વિસ્તારમાં અભયમની સેવાઓ ૫૯ અભયમ રેસ્કયુવાન સાથે ૨૪*૭ વિના મૂલ્યે ઉપલબ્ધ છે. લગ્નજીવનના વિખવાદો, પારિવારીક સમસ્યાઓ અને લગ્નેતર સબંધમાં અસરકારક રીતે અભયમ કુશળ કાઉન્સિલર દ્વારા સુખદ સમાધાન કરાવ્યા છે જેથી અનેક મહિલાઓના જીવનમાં સુખમય પ્રકાશ પાડવામાં આવ્યો છે.
<span;>આ ઉપરાંત બિનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિ, કાર્ય સ્થળે જાતિય સતામણી, બાળ જન્મની બાબતો, છેડતી, આરોગ્ય અને રોજગારીના પ્રશ્નો, આપઘાતના વિચારોમાંથી મુક્તિ, તરછોડી દીધેલી મહિલાઓ કે મનોરોગી મહિલાઓને પરિવાર, નારીગૃહ કે આશ્રયસ્થાનોમાં સુરક્ષિત રાખવા વગેરેમાં મહિલા, કિશોરીઓ અને વિદ્યાર્થિનીઓના પ્રશ્નોનું અસરકારક સુખદ નિવારણ લાવવામાં આવ્યું છે. જેથી ગુજરાતની મહિલાઓમાં દિન પ્રતિદિન અભયમની કામગીરીની વિશ્વનીયતામાં વધારો થયો છે. એક અભિનવ હેલ્પલાઇન તરીકે મહિલાઓની સાચી સહેલી તરીકે અભયમ હેલ્પલાઈન ઉપસી આવી છે. મોબાઈલમાં પ્લે સ્ટોર પરથી અભયમ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી અભયમની સેવાઓ ઝડપથી પ્રાપ્ત થાય છે.

Back to top button
error: Content is protected !!