વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ વલસાડી હાફૂસ કેરીને GI ટૅગ આપવા કેન્દ્રીયમંત્રી પીયૂસ ગોયલ ને રજુઆત કરી..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ભારત ભરમાં પ્રખ્યાત એવી ગુજરાતના વલસાડની વલસાડી હાફૂસ કેરીને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગ આપવા માટે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ ગતરોજ દિલ્લી ખાતે વાણિજ્ય અને ઉધોગમંત્રી પીયૂષભાઈ ગોયલને મળીને વલસાડી હાફૂસ કેરી વિશે સમજાવતાં પ્રધાને એમાં રસ બતાવીને સકારાત્મક અભિગમ દર્શાવતાં ખાતરી આપી હતી.
સાંસદ ધવલભાઈ પટેલે કહ્યું હતું કે ‘દક્ષિણ ગુજરાતના વલસાડની હાફૂસ કેરી પૂરા દેશ અને દુનિયામાં એના સ્વાદ અને ક્વૉલિટી માટે પ્રખ્યાત છે અને એના માટે એને GI ટૅગ મળે એ બહુ જરૂરી છે. વલસાડ અને નવસારીના ખેડૂતોએ GI ટૅગ માટે અપ્લાય કર્યું હતું. GI ટૅગ માટે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલને મળીને રજૂઆત કરી છે અને લેટર આપ્યો છે. હાફૂસ કેરી માટે ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને રાજ્યો એકબીજાનાં પૂરક બનશે, એકબીજાના પ્રતિસ્પર્ધી બનવાનાં નથી.
એનાથી બન્ને રાજ્યોના ખેડૂતોને લાભ થશે. ગુજરાતના લાખ્ખો ખેડૂતો અને મહારાષ્ટ્રના ખેડૂતોને ફાયદો થશે. એ માટે GI ટૅગ જલદી મળે એ માટે રજૂઆત કરી છે.સાંસદ ધવલભાઇ ની રજૂઆતને કેન્દ્રીયમંત્રી પીયૂસભાઈ ગોયલ સકારાત્મક અભિગમ દાખવી વહેલીતકે નિરાકરણ લાવવા ખાતરી આપી હતી..