GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને સંવિધાન હત્યા દિવસ” નિમિત્તે કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર.પાટીલ, પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકરજી ની સુચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા ના અધ્યક્ષ સ્થાને,પ્રદેશ ના વક્તા અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ને વિશેષ ઉપસ્થિતિમાં પારડી સ્વાધ્યાય મંડળ હોલ ખાતે ભારતીય લોકતંત્રનો કાળો અધ્યાય, કટોકટી લગાવ્યા ના ૫૦ વર્ષની પૂર્ણતા અનુસંધાને “સંવિધાન હત્યા દિવસ” નિમિત્તે સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા,વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે માર્ગદર્શન આપ્યું હતું, પ્રદેશના વક્તા અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ “સંવિધાન હત્યા દિવસ” અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે નવી પેઢીના યુવાનોને આજથી ૫૦ વર્ષ પૂર્વે લાદવામાં આવેલ કટોકટી (ઈમરજન્સી) વિશે ખ્યાલ આવે અને દેશના ઇતિહાસના કાળા દિવસને જાણી શકે તે માટે દેશભરમાં “સંવિધાન હત્યા દિવસ” ની ઉજવણી કરવામાં આવી રહી છે, તારીખ ૨૫ જૂન ૧૯૭૫ ના દિવસે ભારતીય લોકતંત્રનો કાળો અધ્યાય લખાયો હતો, અત્યારે આપણા દેશમાં મજબૂત લોકતંત્ર છે દરેક લોકો પોતાના અવાજ સ્વતંત્ર ઉઠાવી શકે છે પરંતુ ૫૦ વર્ષ પહેલાં આ શક્ય ન હતું, તે સમયે તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ દેશમાં આંતરિક અશાંતિ હોવાનું કારણ આપી ઈમર્જન્સી લાદી દીધી હતી તે સમયે દેશમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારી સહિતના પ્રશ્નો ઉભા થયા હતા.

દેશભરમાં ઇન્દિરા ગાંધી સરકાર સામે ગુસ્સાનો માહોલ હતો,જે પણ વ્યક્તિ અન્યાય સામે પોતાનો અવાજ ઉઠાવતા હતા તેવા રાજકીય, સામાજિક આગેવાનો અને પત્રકારો મળી અનેક લોકોને મેન્ટેનન્સ ઓફ ઇન્ટર્નલ સિક્યુરિટી એકટ (મિશા) લાગુ કરી જેલમાં પૂરી દીધા હતા, મીડિયા સરકારની આલોચના પણ કરી શકતી ના હતી, સરકાર વિરૂધ્ધ લખવા ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો હતો, વધુમાં શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ઈમરજન્સી સમયે જે લોકો જેલમાં બંધ હતા એમના પરિવારમાં કોઈનું મૃત્યુ થતું હોય તો પણ તેમને બહાર નીકળવા દેવામાં આવ્યા ન હતા, આવા સમયે કટોકટી સામેની લડતમાં વલસાડ જિલ્લો પણ બાકાત ન રહ્યો હતો તે સમયના જિલ્લા ના ૧૬ જેટલા નેતાઓએ પોતાનો અમૂલ્ય યોગદાન આપ્યું હતું અને બાહોશી અને હિંમતથી કટોકટી સમયે લડેલા આ તમામ લડવૈયાઓ દેશ માટે પ્રેરણારૂપ છે.આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શીલ્પેશભાઇ દેસાઈ,  કમલેશભાઈ પટેલ,વલસાડ જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્ મનહરભાઈ પટેલ,વલસાડ ના ધારાસભ્ય ભરતભાઇ પટેલ,વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને કાર્યક્રમના જિલ્લા ના ઇન્ચાર્જ  જિતેશભાઈ પટેલ,જિલ્લા સંગઠન હોદેદારો,વિવિધ મંડળો ના પ્રમુખશ્રીઓ,હોદેદારો,વિવિધ મોરચાના પ્રમુખશ્રીઓ,હોદેદારો, જિલ્લા,તાલુકા,નગરપાલિકા ના પ્રમુખશ્રીઓ,ચૂંટાયેલા સભ્યો,કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!