વલસાડ જિલ્લા કલેકટરશ્રી તરીકે ભવ્ય વર્માએ ચાર્જ સંભાળ્યો
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
તા.૧૧ એપ્રિલ:વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતને જિલ્લા કલેકટરશ્રીનો વધારોનો હવાલો સોંપવામાં આવ્યો હતો. આ દરમિયાન રાજ્યમાં ૧૬ જેટલા આઈએએસ અધિકારીઓની બદલીના હુકમ થતા વલસાડ જિલ્લા કલેકટર તરીકે ગાંધીનગર સ્થિત સ્વચ્છ ભારત મિશન (અર્બન)ના મિશન ડાયરેકટર શ્રી ભવ્ય વર્માની નિમણૂક કરવામાં આવી છે. જે અનુસંધાને આજે તા. ૧૧ એપ્રિલ ૨૦૨૫ના રોજ શુક્રવારે જિલ્લા કલેકટરરશ્રી તરીકે ભવ્ય વર્માએ પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો. જિલ્લા કલેકટર કચેરીના વિવિધ ખાતાના અધિકારીઓએ કલેકટરશ્રીની પુષ્પગુચ્છ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, શ્રી ભવ્ય વર્મા રાજસ્થાનના જયપુરના વતની છે, જેઓ વર્ષ ૨૦૧૬ના સનદી અધિકારી છે. આ અગાઉ તેઓશ્રી કચ્છ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અને લીંબડીના એસડીએમ સહિતના મહત્વપૂર્ણ હોદ્દા પર ફરજ બજાવી ચૂક્યા છે.