GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડ: ઝરોલી–નગવાસ રોડ પર ટ્રાફીક નિયમન અંગે પ્રતિબંધ/ડાયવર્ઝન અંગે જાહેરનામું બહાર પડાયુ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વલસાડ જિલ્લાના ઝરોલી એમએસએન નગવાસ રોડ ખાતે આવેલા ક્રોસીંગ બ્રીજને હંગામી ધોરણે બંધ કરી ડાયવર્ઝન આપવા અંગે પ્રોજેકટ ડાયરેકટરશ્રી લાર્સન અને ટુબ્રો લિમિટેડ કન્સ્ટ્રકશન, હેવી સિવિલ ઇન્ફાસ્ટ્રકચર દ્વારા ક્રોસિંગ બ્રીજના સુપરસ્ટ્રક્ચરના કામ માટે તા.૧૬/૦૬/૨૦૨૫ થી તા.૨૬/૦૬/૨૦૨૫ સુધી દરખાસ્ત કરવામાં આવી હતી. જે દરખાસ્ત અન્વયે પારડીના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી પાસે પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તથા વિભાગીય નિયામક એસ.ટી વિભાગના તમામ અધિકારીશ્રીઓ સાથે સંયુક્ત સ્થળ તપાસ કરી ડાયવર્ઝન આપવા અંગે જાહેરનામુ બહાર પાડવા અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો. તેઓ તરફથી ઝરોલી એમએસએન નગવાસ રોડ પાસેના ક્રોસીંગ બ્રીજને હંગામી ધોરણે બંધ કરી “ઝરોલી એમએસએન નગવાસ રોડને વર્તમાન રોડથી અંદાજિત ૩ કિ.મી સુધી” ડાયવર્ઝન આપવા જાહેરનામુ બહાર પાડવા હકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યો હતો.

પ્રોજેકટ ડાઈરેકટર લાર્સન અને ટુબ્રોએ ચોમાસું હોવાથી જાહેરનામાની મુદ્દત લંબાવવા વિનંતી કરી હતી. જે ધ્યાને લેતા ઝરોલી એમએસએન નગવાસ રોડ પાસેના ક્રોસીંગ બ્રીજને હંગામી બંધ કરી ડાયવર્ઝન આપવું હિતાવહ જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.ડી.ચુડાસમાએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ (૨૨માં) ની કલમ-૩૩ ની પેટા કલમ-૧ (બી) અન્વયે મળેલી સત્તાની રૂએ જાહેરનામુ બહાર પાડયુ છે. આ હુકમ મુજબ તા.૨૭/૦૬/૨૦૨૫ થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધી નગવાસ પટેલપાડા ખાતે આવેલા ક્રોસીંગ બ્રીજના કામ માટે ઝરોલી એમએસએન નગવાસ રોડ પરથી તમામ પ્રકારના વાહનોના આવન-જાવન માટે પ્રતિબંધીત માર્ગ તરીકે જાહેર કરવામાં આવે છે. ડાયવર્ઝન અંગેની વિગત જોઈએ તો, ઝરોલી થી નગવાસ જવા તથા આવવા માટે ઝરોલી-ભિલાડ રોડ ઉપર થઈને આવન-જાવન કરી શકાશે.

આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ – ૧૯૫૧ની કલમ – ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે અને આ હુકમનો ભંગ થયેથી વલસાડ જિલ્લામાં ફરજ બજાવતાં પોલીસ સબ ઈન્સ્પેક્ટરથી નાયબ પોલીસ અધિક્ષક સુધીનો હોદ્દો ધરાવતા તમામ પોલીસ અધિકારીઓને ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!