VALSADVALSAD CITY / TALUKO

વલસાડ તાલુકાના નાની સરોણ ખાતે કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને રાત્રિસભા યોજાઇ

સરોણ હાઇવે ક્રોસિંગ પાસે અકસ્‍માતોને અટકાવવા ઓવરબ્રીજની કામગીરી પ્રક્રિયા હેઠળ છેઃ- કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે

માહિતી બ્‍યુરો વલસાડઃ 10:

લોકોને પડતી અગવડો અને મુશ્‍કેલીઓના નિવારણ માટે વહીવટીતંત્ર પરસ્‍પરના સાથ અને સહકાર થકી લોકાભિમુખ અને પારદર્શી વહીવટ માટે સતત પ્રયત્‍નશીલ છે.ગામડાના છેવાડાના લોકો સુધી સરકારની વિવિધ જનકલ્‍યાણકારી યોજનાઓથી સામાજીક અને આર્થિક રીતે એક સશક્‍ત સમાજનું નિર્માણ અને સમાવેશી વિકાસ કરવા માટે વહીવટીતંત્ર હંમેશા અગ્રેસર હોય છે અને એટલે જ વહીવટીતંત્રનો એવો હકારાત્‍મક અભિગમ રહ્યો છે કે તે સામાન્‍યમાં સામાન્‍ય માણસની સીધી અને સરળ પહોંચમાં હોય.

રાજય સરકાર દ્વારા સુશાસન પ્રસ્‍થાપિત કરવા માટે વહીવટીતંત્ર દ્વારા ગામના લોકો સુધી પહોંચી ગ્રામ્‍યજનોના પ્રશ્નો સાંભળીને સંબધિત અધિકારીઓને સ્‍થળ પર હાજર રાખીને પ્રશ્નોનો નિકાલ થાય તે માટે જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ જિલ્‍લા કલેકટર અને પ્રાંત અધિકારીઓના અધ્‍યક્ષસ્‍થાને રાત્રિ સભાઓ યોજવામાં આવે છે.

વલસાડ જિલ્‍લામાં પણ જિલ્‍લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને વલસાડ તાલુકાના નાની સરોણ ખાતે તા. 9 મી ફેબ્રુઆરી, 2023 ના રોજ રાત્રિસભા યોજવામાં આવી હતી. જિલ્‍લા કલેકટરશ્રીએ તેમના સ્‍વાગત પ્રવચનમાં જણાવ્‍યું હતું કે, રાજય સરકાર દ્વારા ઙ્ક સરકાર તમારે દ્વારઙ્ઘ ના માધ્‍યમથી ગામડાના છેવાડાના માાનવીના પ્રશ્નો સાંભળીને તેનો યોગ્‍ય નિરાકરણ લાવી શકાય તે માટે અધિકારીઓને સ્‍થળ પર હાજર રાખીને તેમના પ્રશ્નોનો હકારાત્‍મક રીતે સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવે છે. આ સભામાં કલેકટરશ્રીએ સભામાં હાજર ગ્રામ્‍યજનોમાં ઉપસ્‍થિત રહેલા બહેનો અને ભાઇઓ પૈકી ખાસ કરીને બહેનોને તેમના પ્રશ્નો રજૂ કરવા જણાવતાં બહેનોએ તેમના પ્રશ્નોની કરેલ રજૂઆતને સાંભળીને યોગ્‍ય માર્ગદર્શન આપીને સંબધિત અધિકારીઓ દ્વારા પ્રશ્નોનો નિકાલ કર્યો હતો.

નાની સરોણ ખાતે યોજાયેલ આ રાત્રિસભામાં 11 પ્રશ્નો રજૂ કરવામાં આવ્‍યા હતા. આ પશ્નોની વિગતો જોઇએ તો સૌ પ્રથમ જિલ્‍લા કલેકટરશ્રીની અપીલ ઘ્‍યાને લઇ ગામના ગંગાબેન અંબુભાઇ પટેલે ચોમાસા દરમ્‍યાન તેમના ઘરના આંગણે પાણી ભરાવા બાબતની રજૂઆત કરી હતી જે બાબતે તાલુકા વિકાસ અધિકારી વલસાડે જણાવ્‍યું હતું કે, અરજદારના આંગણામાં સ્‍વભંડોળથી પેવરબ્‍લોક નાંખવામાં આવેલા છે તથા વરસાદી પાણીના નિકાલ માટે મોટા નાળા નાંખવા અંગે 15 મા નાણાંપંચના આયોજનમાં આ કામ લેવામાં આવ્‍યું છે. ગામાના ભગુભાઇ બાવાભાઇ પટેલે 4 પ્રશ્નોની રજૂઆત કરી હતી જેમાં સરોણ હાઇવે ક્રોસિંગ પાસે અકસ્‍માતો વધુ થતા હોઇ આ જગ્‍યાએ ઓવરબ્રીજ બનાવવાના તેમના પ્રશ્ને જિલ્લા કલેકટરશ્રીએ આ માટે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા આ કામની ટેન્‍ડરીંગ પ્રક્રિયા હેઠળ છે જેથી ટેન્‍ડર મંજૂર થયે આ કામ શરૂ કરવામાં આવશે તેમ જણાવ્‍યું હતું. રેકર્ડ પ્રમોલગેશનની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા બાબતના પ્રશ્નમાં જિલ્‍લા કલેકટરશ્રીએ જણાવ્‍યું હતુ કે, પ્રમોલગેશનની આવેલ 21 હજાર અરજીઓ પૈકી 17 હજાર અરજીઓનો નિકાલ કરવામાં આવ્‍યો છે. ડી. આઇ. એલ. આર. ની કચેરીએથી માપણી થયેલ રેકર્ડનો વહેલી તકે નિકાલ કરવામાં આવશે. જાતિના પ્રમાણપત્રો મેળવવા માટે પરદાદાથી પેઢીનામું (ત્રણ પેઢીનું પેઢીનામું) બનાવવા બાબતની રજૂઆત બાબતે જિલ્લા કલેકટરશ્રીએ આ નીતિવિષયક બાબત છે એમ જણાવી જાતિ અંગેના પ્રમાણપત્રો ખોટા ન બને તે માટે સરકારશ્રી દ્વારા આ પ્રમાણેની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે તેમ જણાવ્‍યું હતું. ખોટા એપીએલ/બીપીએલ રેશનકાર્ડ બનેલ હોવા અંગેની રજૂઆત બાબતે જિલ્‍લા પુરવઠા અધિકારી કાજલ ગામીત દ્વારા એનએફએસએ/નોનએનએફએસએ કાર્ડ અમલમાં હોઇ ખોટી રીતે રેશનકાર્ડ બનાવવાની ઘટના નિવારી શકાય છે તેમ છતાં આવા કિસ્‍સાઓ ઘ્‍યાને આવે તો તે અંગે મામલતદારશ્રી વલસાડને દાવા અરજી કરી શકે છે તેમ તેમણે જણાવ્‍યું હતું. અમીષાબેન પટેલે ગામના વીજળીના થાંભલાઓ ઠેર ઠેર નમી ગયેલા છે જે બાબતના પ્રશ્નમાં ડીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેરે હાલમાં રોડ વાઇડનીંગની કાર્યવાહી ચાલુમાં છે જે પૂર્ણ થયા બાદ ડીસ્‍ટીબ્‍યુશન ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર શીફટીંગ સ્‍કીમ હેઠળ નવા પોલ ઊભા કરવામાં આવશે. અંકુરભાઇ પટેલ, સુમિત્રાબેન પટેલ અને મનુભાઇ પટેલના પાણીની ટાંકી નવી બનાવવાના, ગામમાં આવેલ હોળીમોરવા તળાવનો ઉપયોગ ગામના લોકો ગટર તરીકે કરે છે જયાં 100 થી 200 ફૂટનો રસ્‍તો બનાવવા તથા પહાડ ફળિયા ખાતે રસ્‍તો બનાવવા બાબતના પ્રશ્નો બાબતે તેમના પ્રશ્નોનું સ્‍થળ તપાસ કરી સંબધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા માટે જિલ્‍લા કલેકટરશ્રીએ જણાવ્‍યું હતું.

આ સભામાં ઉપસ્‍થિત ગ્રામ્‍યજનોને આરોગ્‍ય વિભાગ, આઇસીડીએસ, સમાજસુરક્ષા જેવા વિભાગો દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓની સમજણ આપી આ યોજનાઓનો લાભ લેવા માટે સંબધિત અધિકારીઓએ જણાવ્‍યું હતું.

આ સભામાં વલસાડના પ્રાંત અધિકારી નીલેશ કુકડીયા, નાયબ પોલીસ અધિક્ષક એ. કે. વર્મા,ગામના વહીવટદાર અને તાલુકા પંચાયત વલસાડના વિસ્‍તરણ અધિકારી દર્શા ચાવડા, તલાટી કમ મંત્રી જયોતિ હળપતિ તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહયા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!