
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૯/૦૭/૨૦૨૪
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ વાઇરસના શંકાસ્પદ કેસો અંગે રાજ્ય સરકારના આરોગ્યતંત્ર દ્વારા લેવાયેલા રોગચાળા નિયંત્રણ પગલાંઓ અને રોગ નિવારણ માટેની સઘન કામગીરીની ઉચ્ચ સ્તરીય સમીક્ષા આરોગ્ય મંત્રી શ્રી 
આ તબક્કે, ભરૂચ આરોગ્ય તંત્રએ ચાંદીપુરા અને વાયરલ એન્કેફેલાઇટીસના વેક્ટર નિયંત્રણ અને અટકાયત માટે સઘન પગલાંઓ લેવાના શરૂ કર્યા છે તેની વિગતો પણ આ સમીક્ષા બેઠક જિલ્લા વિકાસ અધિકારીને આપી હતી. આવનારા સમયમાં કાચા મકાનો અને ઢોર-કોઠાર એરિયામાં રોગ અટકાયત માટે મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવશે. અને કોઈ કેસ બહાર આવે તો આરોગ્ય વિભાગની ટીમો વિસ્તાર પ્રમાણે વ્યક્તિઓનું સર્વેલન્સ કરશે. જિલ્લામાં મેલેથિયન પાવડર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. અને વધુમાં આ રોગની જાગૃકતા કેળવવા માટે આશાવર્કરો બહેનો, સ્થાનિક સ્તરે આરોગ્ય ટીમને પ્રયાસો હાથ ધરી રહી હોવાનું જણાવ્યું હતુ.
જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત વિભાગો સાથે આરોગ્ય વિભાગના અધિકારીને જરૂરિયાત મુજબ વ્યવસ્થા કરવા તેમણે સૂચનો કર્યા હતા. આ સમીક્ષા બેઠકમાં ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લો લેવલે જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોશી, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ. દુલેરા અને સંબંધિત વિભાગોના અધિકારીઓ જોડાયા
હતા.


