DHARAMPURVALSAD

નાનાપોંઢા અને ધરમપુર ખાતે બાગાયત વિભાગ વલસાડ દ્વારા ખેડૂત તાલીમ શિબીરોનું આયોજન કરવામાં આવ્યું

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૪ ફેબ્રુઆરી    

વલસાડ નાયબ બાગાયત નિયામક કચેરી દ્વારા “આઝાદીના અમૃત મહોત્સવ“ ઉજવણીના ભાગ રૂપે  તા.૨૪-૦૨-૨૦૨૩ ના રોજ કપરાડા તાલુકાના નાનાપોંઢા અને ધરમપુર ખાતે ખેડૂત તાલીમ શિબીરોનું આયોજન કરવામાં આવ્યું હતું. નાનાપોંઢા ખાતે ૧૦૨ ખેડૂતો અને ધરમપુર ખાતે ૧૦૦ ખેડૂતોએ તાલીમ શિબીરમાં ભાગ લીધો હતો.

ધરમપુર ખાતેની ખેડૂત તાલીમમાં વલસાડ નાયબ બાગાયત નિયામક એન.એન.પટેલ દ્વારા વિષયને અનૂરૂપ બાગાયત ખાતાની કાર્યરત યોજનાઓ વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. કૃષિ પ્રાયોગીક કેંન્દ્ર, પરીયા ખાતે અખિલ ભારતીય ફળ સંશોધન યોજના – આંબા યોજનામાં કાર્યરત વૈજ્ઞાનિક ડો. અંકિત ભંડેરી દ્વારા આંબા પાકની વૈજ્ઞાનિક ખેતી અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા માટે જણાવવામાં આવ્યું, ફળ નર્સરી, ચણવઈ બાગાયત અધિકારી આર.પી. પટેલ નર્સરી વ્યવસ્થાપન અને સેન્ટર ઓફ એકસેલન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો, ચણવઈ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતીગાર કરવામાં આવ્યા તેમજ પારડી બાગાયત અધિકારી કેવિન ચાહવાલા દ્વારા ફળ અને શાકભાજીના નિકાસ અને કેરી ફળપાકના વિદેશમાં નિકાસ માટેના ધારાધોરણો અને અપેડા ફાર્મ રજીસ્ટ્રેશન વિશે માહિતી આપવામાં આવી હતી.

કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતેની ખેડૂત શિબીરમાં કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, મિશન મધમાખી યોજના, કમલમ ફળ વાવેતર યોજનાઓનો સહાયનો લાભ લેવા માટે યોજનાના ધારાધોરણો અને વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલમાં ઓન લાઈન અરજી કરવા માટે વલસાડ મદદનીશ બાગાયત નિયામક ડૉ.એ.એમ.વહોરા દ્વારા ખેડૂતોને માહિતી આપવામાં આવી. કૃષિ પ્રાયોગીક કેંન્દ્ર, પરીયા ખાતે અખિલ ભારતીય ફળ સંશોધન યોજના- આંબા યોજનામાં કાર્યરત ફળ વૈજ્ઞાનિક ડો. જીગર ગોહિલ દ્વારા આંબાપાકમાં ઘનિષ્ટ વાવેતેર, આંતર પાક, ગુણવત્તા યુકત બિયારણ અને પ્લાન્ટિંગ મટીરીયલની ખરીદી અને આંબાવાડીમાં હાલના દિવસોમાં રોગ જીવાંત નિયંત્રણ માટે રાખવાની થતી જરૂરી માવજત માટે જરૂરી પગલા લેવા માટે જણાવવામાં આવ્યું. કપરાડા તાલુકાના પાકૃતિક ખેતી માટેના સહ સંયોજક કિશનભાઈ દ્વારા ગાય આધારીત ખેતી કરી બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, દશપર્ણી અર્કનો ઉપયોગ અને ફાયદાઓ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી જમીન સુધારણાથી આરોગ્ય સુધારણા વિશે સમજણ આપવામાં આવી તેમજ ઉમરગામ બાગાયત અધિકારી શ્રીમતી એમ.કે શાહ દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અને મહિલા તાલીમાર્થીઓને વૃતિકા યોજના હેઠળ ફળ અને શાકભાજી જાળવણી માટેની ૨ દિવસ અને ૫ દિવસનાં તાલીમ કાર્યક્ર્મ યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!