PARDIVALSAD

વલસાડ પારડીમાં પા પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો “વાલીઓ સાથે સંવાદોત્સવ” કાર્યક્રમ યોજાયો

ભૂલકા મેળામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતે બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર મુક્યો

વેસ્ટમાંથી બેસ્ટ ટીચિંગ લર્નિંગ મટિરિયલ બનાવી નિદર્શન કરાયું, નિર્ણાયક કમિટીએ પરિણામ જાહેર કર્યુ

વલસાડ ઘટક-૨ પ્રથમ ક્રમે, ઉમરગામ ઘટક-૧ દ્વિતીય ક્રમે અને વાપી ઘટક-૨ તૃતીય ક્રમે વિજેતા

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૮ ફેબ્રુઆરી

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના અસરકારક અમલીકરણ માટે “પા પા પગલી” પ્રોજેક્ટ અંતર્ગત આંગણવાડીનાં ૩ થી ૬ વર્ષના બાળકોના વિકાસને ધ્યાનમાં રાખી વલસાડ જિલ્લા કક્ષાનો “શિક્ષણની વાત, વાલીઓ સાથેનો સંવાદોત્સવ” કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતની અધ્યક્ષતામાં વલસાડપારડી ખાતે યોજાયો હતો. આ સાથે જ ભૂલકા મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોટીવેશનલ સ્પીકર ગૌરાંગભાઈ પટેલે વાલીઓ સાથે સંવાદ કર્યો હતો. આંગણવાડીમાં આવતા નાના-નાના ભૂલકાંઓનાં જીવનમાં મહત્વનાં અને અમૂલ્ય એવાં જીવન ઘડતરનાં પાયાના વર્ષોમાં ગુણવતાયુકત પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી બાળકોના સર્વાંગી વિકાસ વિશે ચર્ચા કરવામાં આવી હતી. બાળકોમાં રહેલી આંતરિક શકિતઓને બહાર લાવી તેમને સક્ષમ સાહસિક બનાવવામાં આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનો અને “ પા પા પગલી” યોજના અંતર્ગત કાર્યરત પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રકટરોનો વિશેષ ફાળો છે. બાળકોના સર્વાંગી વિકાસ અને તેમના ઉજજ્વળ ભવિષ્ય માટે વાલીઓ સાથે સંવાદોત્સવ ખુબ જ જરૂરી બની જાય છે. વક્તા ગૌરાંગભાઈ પટેલ દ્વારા જાગૃતિસભર સંવાદ સાધી પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય વિશે ચર્ચા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં દરેક પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર દ્વારા અભ્યાસક્રમ અને સંકલ્પના આધારિત જે સરળતાથી પ્રાપ્ત અને વેસ્ટ માંથી બેસ્ટ એવાં ટીએલએમ (ટીચિંગ લર્નિંગ મટિરિયલ) બનાવી તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું.  શિક્ષણ વિભાગમાંથી આવેલી નિર્ણાયક કમિટી દ્વારા નિદર્શનનું માર્કિંગ કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યો હતો, જેમાં વલસાડ ઘટક-૨ પ્રથમ ક્રમે, ઉમરગામ ઘટક-૧ દ્વિતીય ક્રમે અને વાપી ઘટક-૨ તૃતીય ક્રમે વિજેતા થયા હતા. આંગણવાડીના નાના-નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.

જિલ્લા કક્ષાનાં આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બ્રિજનાબેન પટેલ, મહિલા અને બાળ વિકાસ સમિતિનાં અધ્યક્ષ દિવ્યાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય શૈલેશભાઈ પટેલ અને મોટીવેશનલ સ્પીકર ગૌરાંગભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. પ્રોગ્રામ ઓફિસર નિલમબેન પટેલનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર રૂપાલી પાટીલ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!