VALSADVALSAD CITY / TALUKO

શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રગટેશ્વર ધામ આછવણીમાં શિવભક્તોની ભારે ભીડ

લઘુરુદ્ર યજ્ઞ, શિવલિંગ અભિષેક સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાયા

ધર્માંચાર્ય પરભુદાદાના હસ્તે વિધવા મહિલાઓને સ્ટીલ થાળીનું વિતરણ કરાયું

વલસાડ તા. ૨૧ ઓગસ્ટ

પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે પવિત્ર શ્રાવણ માસની ઉજવણી ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્યમાં માસના પહેલા દિવસથી જ ભક્તિમય વાતાવરણમાં ૨૪ કલાક ૐ નમઃ શિવાય અખંડ ધૂન સાથે થઈ રહી છે. આ ઉજવણીમાં ભગવાન શિવને અતિપ્રિય સોમવારે લઘુરુદ્ર યજ્ઞ, શિવલિંગ અભિષેક કરવાની સાથે બ્રહ્મ ભોજન પણ કરાવાયું હતું. પ્રગટેશ્વર સેવા સમિતિ મહિલા મંડળના ઇલાબેન પરમારના માર્ગદર્શન હેઠળ શિવ પરિવારની મહિલાઓએ સુંદર ગરબો રજૂ કર્યો હતો. આ અવસરે વેશભૂષા સ્પર્ધાનું આયોજન પણ કરાયું હતું, જે શ્રાવણના દરેક સોમવારે યોજી છેલ્લા સોમવારે તેનું પરિણામ જાહેર કરવામાં આવશે અને વિજેતાઓને પ્રોત્સાહક ઇનામો અપાશે.

આ અવસરે ધર્માંચાર્ય પરભુદાદાના હસ્તે વિધવા મહિલાઓને સ્ટીલની થાળીનું વિતરણ કરાયું હતું, આ વિતરણ શ્રાવણના દરેક સોમવારે કરવામાં આવશે, જે માટે વિધવા મહિલાઓએ કાર્યક્રમમાં હાજરી આપવાની રહેશે. અહીં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ૨૪ કલાક અખંડ ધૂન ચાલુ રહે છે, જેમાં સમગ્ર શિવ પરિવારના શિવભક્તો ઉમંગભેર ભાગ લઈ ભગવાન શિવના આશીર્વાદ મેળવે છે, આ ધૂનમાં સહભાગી બનવા પ્રગટેશ્વર સેવા સમિતિનો સંપર્ક સાધવાનો રહેશે.

આ શુભ અવસરે આયોજિત એક કુંડી લઘુરુદ્રયજ્ઞની વિધિ પ્રગટેશ્વર ધામના ગોર મહારાજ કશ્યપભાઈ જોષી, અનિલભાઈ જાની સહિત હર્ષ અને ચિંતને વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરાવી હતી. ધર્માંચાર્ય પરભુદાદાએ પ્રગટેશ્વર મહાદેવના ચરણોમાં હિન્દૂ સનાતન ધર્મ અને સ્તકર્મો કરાવતા પૃથ્વીના દેવતા બ્રાહ્મણોને વંદન કરી આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે દરેક શિવ મંદિરોમાં ભક્તોની ભીડ થાય છે, ભજન કીર્તન પૂજા અર્ચના થાય છે. અહીં પણ અનેક શિવભક્તો દૂર-દૂરથી શિવની ઉપાસના કરવા આવ્યા છે. આજે આયોજિત લઘુરુદ્ર યજ્ઞના પ્રારંભ પહેલા યજ્ઞાચાર્ય ભૂદેવો કશ્યપભાઈ જાની, ચિંતન જોશી અને હર્ષ જાનીને માન સન્માન સાથે યજ્ઞ કરાવવા વિનંતી સાથે આમંત્રણ આપી દરવાજાથી યજ્ઞકુંડ સુધી શિવ પરિવારના સથવારે લઇ આવ્યા હતા. શાસ્ત્રોની પધ્ધતિ પ્રમાણે જો યજ્ઞ કરવામાં આવે તો ઓછી મહેનતે યજ્ઞનું અનેકગણું ફળ મળે  છે.

યજ્ઞાચાર્ય કશ્યપભાઈ જાનીએ જણાવ્યું હતું કે, પ્રગટેશ્વર મહાદેવની સાનિધ્યમાં આપણે આજે એકત્ર થયા છે, એ આપણું સૌભાગ્ય છે. અહીં ૐ નમઃ સિવાયનો નાદ જ સંભળાય છે. અત્રે દરેક કામ સ્વયંભુ થાય છે. શિવ એટલે જ કલ્યાણ એટલે જો આપણું કલ્યાણ કરવું હોય તો શિવનું નામ લેવું જોઈએ. કપાળમાં ભસ્મ કરીને ગાળામાં રુદ્રાક્ષ પહેરીને શિવજીની પૂજા કરવી જોઈએ. ભગવાન શિવને બીલીપત્ર પ્રિય છે, બીલીના ઝાડનું ખૂબ જ મહત્વ હોય પરભુદાદાએ અહીં આવનારા શિવભક્તોને અવારનવાર બીલીના છોડની ભેટ આપે છે.

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારની ઉજવણીમાં પ્રગટેશ્વર ધામ આછવણીના પ્રમુખ બીપીનભાઈ પરમાર, મહિલા પ્રમુખ સીતાબેન પટેલ,મંત્રી અમિતભાઇ પટેલ, ખજાનચી હેમંતભાઈ પટેલ, સહિત શિવ પરિવારના અપ્પુભાઈ પટેલ, વિનોદભાઈ પરમાર, મયંકભાઈ બ્રહ્મભટ્ટ, કૃપાશંકર યાદવ, અજયભાઈ પટેલ, કાંતિભાઈ દમણિયા, મયુરભાઈ પટેલ તેમજ ગુજરાત-મહારાષ્ટ્ર શિવપરિવાર, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભગવાન શિવની આરાધના કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!