વલસાડ, તા. ૧૧ નવેમ્બર
ધરમપુર તાલુકાના ઓઝરપાડાના મંદિર ફળિયામાં દીપજયોતિ સેવા મંડળ દ્વારા ધરમપુર તાલુકાના ગામોની નિરાધાર એવી ૪૫ બહેનોને જીવન જરૂરિયાતની વસ્તુઓ અને રોકડ રકમની સહાય આપવામાં આવી હતી.
છેલ્લા ૭ વર્ષથી આ મંડળ દ્વારા નિરાધાર બહેનોને નિઃશૂલ્ક સેવા પૂરી પાડવામાં આવે છે. મડળના તમામ સભ્યો તન, મન અને ધનથી અવિરત સેવા અભિયાન ચલાવી રહ્યા છે. જે ધન્યવાદને પાત્ર છે. સાથે સાથે સમાજને સહાયરૂપ બનતા વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન પણ મંડળ દ્વારા કરવામાં આવે છે. આજના આ કાર્યક્રમમાં સમાજને પ્રેરણા પુરી પાડનાર લેખક કમલેશભાઈ પટેલ (નગારીયા)નું પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવનાર મંડળના હોદ્દેદારો, પ્રાધ્યાપક વજીરભાઈ પટેલ, હસમુખભાઇ, એડવોકેટ વિનોદભાઈ, જગુભાઈ, છોટુભાઈ, પારડી તાલુકા મામલતદાર મેહુલભાઇ અને ટ્રસ્ટી ફાલ્ગુનીબહેને સેવા આપી હતી. આભારવિધિ ટ્રસ્ટી મહેશભાઈએ કરી હતી.