“માનવ તસ્કરી વિરુધ્ધ વિશ્વ” દિવસ પર સિગ્નેચર કેમ્પેઇન તેમજશપથ લઈ જાગરૂકતા કાર્યક્રમ યોજાયો
પ્રથમ સંસ્થા અને ઓર્થોટેક દ્વારા “માનવ તસ્કરી વિરુધ્ધ વિશ્વ”દિવસ પર વલસાડ ડેપો, જીવીડી હાઈસ્કૂલ અને ધોબીતલાવ વિસ્તારમાં સિગ્નેચર કેમ્પેઇનતેમજશપથ લઈ જાગરૂકતા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ ક્રાર્યક્રમનો મુખ્ય ઉદેશ પ્રજામાં જાગરૂકતા લાવી જાગૃત નાગરિક બની સમાજમાં બનતી ઘટનાઓને રોકી શકાય તે છે.
સમાજને સુરક્ષા પ્રદાન કરવામાં પોલીસ અને તંત્ર સાથે એક જાગૃત નાગરિક બની સુરક્ષિત સમાજબનાવવામાં પ્રથમ જેવી સ્વયંસેવીસંસ્થાઓ,ઓર્થોટેક જેવા કોર્પોરેટ સેક્ટર, જાગૃત પ્રજા સાથે મળીને જાગરૂકતા માટેના કાર્યમો યોજી લોકોને એક મંચ ઉપર લાવી રહ્યા છે.
પ્રથમ કાઉન્સીલ ફોર વલ્નરેબલ ચિલ્ડ્રન એ પ્રથમની બાળ અધિકારો અને સુરક્ષા પાંખ તરીકે સેવા આપે છે, જેની સ્થાપના વર્ષ ૨૦૦૦માં કરવામાં આવી હતી.જેનો ઉદેશ “દરેક બાળકના અધિકારો સુરક્ષિત કરવા, દરેક બાળક શાળામાંભણે અને સારી રીતે શિખેતેવો છે.શરૂઆતમાંપી.સી.વી.સી.સંસ્થાએ મુંબઈના શહેરી વિસ્તારોની ઝુંપડપટ્ટીના સમુદાયોમાં આઉટરીચ પ્રોગ્રામ તરીકે શરૂ કર્યુ હતું.જે શાળાની બહાર અને કામ કરતા બાળકોની સુરક્ષા અને શિક્ષણ સાથે કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી સંસ્થામાંથી, અધિકાર-આધારિત અને સંસાધન સંસ્થા તરીકે વિકસિત થઈ છે, જે બાળકોના સંરક્ષણ અને અધિકારોની સુરક્ષા માટેકાર્યરત છે.
હાલમાં ઓર્થોટેક અને પ્રથમ સંસ્થાનાસંકલન દ્વારા વલસાડમાં મલ્ટીપલ એક્ટીવીટી કેન્દ્રો ધોબીતળાવ અને નંદાવાલા ખાતે ચલાવી રહી છે. જેના મદદથી જુદી જુદી શૈક્ષણિક પ્રવૃત્તિઓના માધ્યમથી બાળકોને શિક્ષણ સાથેજોડવાની કામગીરી ચાલી રહી છે.જેમા બાળ અધિકારો, બાળ સુરક્ષા અને બાળકોમાં રહેલા કૌશલ્યને જાણી બાળકો અને વાલીઓ સાથે કામ કરી રહી છે. આ ઉપરાંત કપરાડા તાલુકામાં પણ બાળ અધિકારો અને સુરક્ષા અંગે કાર્યરત છે.
આજના“માનવ તસ્કરી વિરુધ્ધ વિશ્વ” દિવસ કાર્યક્રમના માધ્યમથી લોકોને, વિદ્યાર્થીઓને એક મંચ પર લાવી જાગરૂકતાકાર્યક્રમને સફળ બનાવવામાંવલસાડ ડેપો મેનેજર, પ્રથમસંસ્થા, અને ઑર્થોટેકનીવલસાડ ટીમ, સુનીલ ડી. પટેલ ( ટ્રાફીક સુપવાઈઝર) અને તેઓની ટીમ, વલસાડની જીવીડી હાઈસ્કૂલના આચાર્યશ્રી કલ્પેશ ટંડેલ અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ સંબંધિતવિસ્તારની જનતા દ્વારાપોતાની જવાબદારી સમજીને લોકો સુધી સુરક્ષા અને કાયદા અંગે સંદેશો પહોંચાડવા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.