VALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લાનાં વાપીના છરવાડાથી ૨૮ વર્ષીય સોનુ ઉર્ફે ચુનીલાલ પ્રજાપતિ મૂળ રહે.રાજસમંદ (રાજસ્થાન) ગુમ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વલસાડ જિલ્લાનાં વાપી તાલુકાના છરવાડા ખાતે જેવિયર્સ સ્કૂલની બાજુમાં ચામુડા ડ્રીમ સિટીના એ-૩ વિંગમાં રૂમ નં. ૨૦૫માં રહેતો ૨૮ વર્ષીય સોનુ ઉર્ફે ચુનીલાલ સુરેશભાઈ પ્રજાપતિ (મૂળ રહે. ગામ, નેણછ, પોસ્ટ/થાના, તા. દેલવાડા, જિ.રાજસંમત, રાજસ્થાન) તા. ૧૯-૦૬-૨૫ ના રોજ કલાક ૧૩/૩૦ થી ૧૬/૦૦ વાગ્યા દરમિયાન ઘરેથી કોઈને કઈપણ કહ્યા વિના ક્યાંક ચાલી ગયો હતો. જે હિન્દી અને ગુજરાતી ભાષા જાણે છે. શરીરે મધ્યમ બાંધો, ઘઉંવર્ણ અને પાંચ ફૂટ પાંચ ઈંચ ઉંચાઈ ધરાવે છે. શરીરે બ્લ્યુ કલરનું ટીશર્ટ અને ગ્રે કલરનું જિન્સ પેન્ટ પહેર્યુ હતું. જે કોઈને પણ તેમની ભાળ મળે તો વાપી ડુંગરા પોલીસ મથકે ફોન નં. ૯૮૭૯૯૭૨૬૮૭ પર જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.

Back to top button
error: Content is protected !!