SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ સ્વામિનારાયણ મંદિર ખાતે સંત આશ્રમ અને ભોજનાલયનું ઉદ્ઘાટન કરાયું.

તા.02/07/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

શ્રી સ્વામિનારાયણ મંદિર,વઢવાણ ધામ ખાતે ૧૦ કરોડથી પણ વધારે ખર્ચ કરી અતિ આધુનિક શ્રી કુંજવિહારી ભોજનાલય તથા શ્રી સંતવલ્લભ સંત આશ્રમ બનાવવામાં આવેલ છે જે વઢવાણ શહેરની રોનકમાં ચાર ચાંદ લગાવે છે વઢવાણ શહેરનો ભોગાવો ઓળંગી વઢવાણમાં આલે થતા બહારનું એલીવેશન જોતા જ એક રજવાડી મહેલ જેવો ભાસ થાય છે આવા ભવ્ય ભોજનાલય તથા સંત આશ્રમનું ઉદ્ઘાટન તા.૦૧/૦૭/૨૦૨૩ ના રોજ વઢવાણ સ્ટેટના નેક નામદાર શ્રી ઠાકોર સાહેબ શ્રી ચૈતન્યદેવસિંહજી ઝાલા તથા યુવરાજ સાહેબશ્રી સધ્ધાર્થસિંહજી ઝાલા (વઢવાણ સ્ટેટ) તથા કેન્દ્રિય મંત્રીશ્રી માનનીય મહેન્દ્રભાઈ મુંજપરા, નાયબ મુખ્ય દંડક અને વઢવાણ મંદિરના ટ્રસ્ટીશ્રી જગદીશભાઈ મકવાણા અને અન્ય રાજકીય આગેવાનો તથા સામાજિક આગેવાનોની હાજરીમાં શુભ મુહુર્તમાં સંપન્ન કરવામાં આવ્યું આ અતિ આધુનિક ભોજનાલયમાં સંપૂર્ણ સુવિધા ધરાવતું રસોડું, અન્નકૂટ રસોડું, જનરલ ભોજનકક્ષ, એકાંતિક ભોજન કક્ષ ઉપરાંત અંદાજે દશ હજારથી વધુ હરિભક્તો જમી શકે તેવા જુદા જુદા ભોજન કો તૈયાર કરવામાં આવેલ છે આ ઉપરાંત પણ ત્રણ મડલાવાળો સંપૂર્ણ સુવિધા સાથે સંતે આશ્રમ બનાવેલ છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!