PATAN

સિધ્ધપુર નગરપાલિકાના વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણી માં કુલ 14 ફોર્મ ભરાયા

સિધ્ધપુર નગરપાલિકાના વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણી માં કુલ 14 ફોર્મ ભરાયા

 

સિદ્ધપુર નગરપાલિકાની 36 બેઠકો પૈકી વોર્ડ નંબર 2 ની ખાલી પડેલ બેઠકના ચાર કોર્પોરેટરની ચૂંટણી માટે શનિવાર ના રોજ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જેમાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી . ભાજપના મધ્યસ્થ કાર્યાલયથી કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના નેતૃત્વ હેઠળ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા ઉમેદવારી પત્ર ભરવાનો શનિવારે અંતિમ દિવસ હોવાથી ઉમેદવારો સાથે તેમના સમર્થકોની ભીડ જોવા મળી હતી. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કુલ 14 જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જેમાં ભાજપ માંથી 8 , કોંગ્રેસમાંથી 4 અને અપક્ષ માંથી 2 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ચકાસણી તારીખ 24/7/2023 તેમજ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 26/07/2023 છે. આ પેટા ચૂંટણીનું મતદાન તારીખ 6 ઓગસ્ટ 2023 ને રવિવારના રોજ યોજાશે.

બોક્સ- ભાજપ ના અન્ય 4 ડમી ઉમેદવારી ફોર્મ ભરાયા

 

ભાજપ:-(1) નટુભાઈ પટેલ, (2) ભરતભાઈ પટેલ , (3) નિરમાબેન ઠાકોર ,(4) પુષ્પાબેન પટેલ

 

કૉંગ્રેસ:-(1) અમરસિંહ ઠાકોર ,(2) જયાબેન શાહ ,(3)દીપિકાબેન ઠાકર ,(4) પિન્કીબેન પટણી

અપક્ષ:-(1) કંકુબેન પટણી ,(2) ભક્તિભાઈ પટેલ

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા , સિદ્ધપુર

 

 

 

 

 

 

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!