VALSADVALSAD CITY / TALUKO

કેન્દ્રિય નાણામંત્રીશ્રી નિર્મલા સીતારમનના હસ્તે વલસાડના ઇન્કમટેક્સ ઓફિસરને એવોર્ડ એનાયત  

ભારતીય ઇન્કમટેક્સ વિભાગને ૧૬૫ વર્ષ પૂરા થયા છે. વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ દેશના ૨૯ અધિકારીઓનું નાણામંત્રી નિર્મલા સિતારમનના હસ્તે રાષ્ટ્રિય કક્ષાએ દિલ્હી ખાતે સન્માન કરવામાં આવ્યું હતુ.

રાષ્ટ્રિય કક્ષાએ ગુજરાતમાંથી એક માત્ર વલસાડના અધિકારીની પસંદગી થતા ખુશીની લહેર પ્રસરી

૫૩ વર્ષ જુની રૂ. ૧૦ કરોડથી વધુની વસૂલાત વ્યાજ સાથે કરી ઉત્કૃષ્ટ ફરજ બજાવી હતી

—-

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૨ ઓગસ્ટ

ભારતીય ઇન્કમટેક્સ વિભાગને ૧૬૫ વર્ષ પૂરા થયા છે. વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ દેશના ૨૯ અધિકારીઓનું નાણામંત્રી નિર્મલા સિતારમનના હસ્તે રાષ્ટ્રિય કક્ષાએ દિલ્હી ખાતે સન્માન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાતના એક માત્ર અધિકારી તરીકે વલસાડ ઈન્કમ ટેક્સ ઓફિસર ધર્મેન્દ્ર(ધર્મેશ) ટેકવાણીનું સર્ટિફિકેટ ઓફ એકસેલન્સ દ્વારા સન્માન કરાયું છે. જેના પગલે સમગ્ર વલસાડ સાથે ગુજરાત ઇન્કમટેક્સ વિભાગમાં ખુશીની લહેર ફરી વળી હતી.

ઇન્કમટેક્સ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી બદલ દર વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓની પસંદગી થતી હોય છે. આ વર્ષે ગુજરાતમાં એક માત્ર અધિકારીની પસંદગી થઇ હતી. જેમાં વલસાડના ઇન્કમટેક્સ ઓફિસર ધર્મેન્દ્ર ટેકવાણીની પસંદગી થઇ હતી. તેમના દ્વારા વલસાડ અને દમણના ઇન્કમટેક્સ અધિકારી તરીકે વર્ષ ૧૯૭૦-૭૧ અને વર્ષ ૧૯૭૧-૭૨ના વર્ષની જૂની ડિમાન્ડની વસૂલાત થઇ હતી. આ વસૂલાત રૂ. ૧૦ કરોડ થી વધુની હતી. જેમાં મોટું વ્યાજ અને પેનલ્ટી સામેલ હતી. ૫૩ વર્ષ જૂની વ્યાજ સાથેની વસૂલાત કરવા બદલ તેમની રાષ્ટ્રિય કક્ષાએ પસંદગી થવા પામી છે.

રાષ્ટ્રિય કક્ષાએ એવોર્ડ મેળવનાર ઇન્કમટેક્સ અધિકારી ધર્મેન્દ્ર(ધર્મેશ) ટેકવાણી હાલ સેલવાસ ઇન્કમટેક્સ વિભાગનો હવાલો સંભાળી રહ્યા છે. તેમની આ સિદ્ધિ બદલ વલસાડ જ નહી, પરંતુ સમગ્ર ગુજરાત અને સંઘ પ્રદેશ દમણ અને સેલવાસના અધિકારીઓમાં પોતાના કામ પ્રત્યે ઉત્સાહની લાગણી જન્મી છે.

રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel

[wptube id="1252022"]
Back to top button