VALSADVALSAD CITY / TALUKO
વલસાડ: ૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની વન વિભાગ વલસાડ દ્વારા ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
“૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫” નિમિત્તે “Ending Plastic Pollution” થીમને ધ્યાનમાં રાખી વન વિભાગ વલસાડ દ્વારા તીથલ બીચ ખાતે પયૉવરણની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત વૃક્ષારોપણ, રોપા વિતરણ પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન કરવામાં આવ્યું હતું. વન વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા રીડ્યુઝ, રી યુઝ, રીસાઇકલને ધ્યાને લઇ પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવા પર ભાર મુકી પર્યાવરણને સ્વચ્છ બનાવવા “૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫” ની ઉજવણી કરી. જેનો મુખ્ય આશય સુરક્ષિત અને સ્વસ્થ જીવન માટે આવનાર પેઢીને સાનુકુળ પર્યાવરણ મળી રહે તે માટે પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત કરવાનો છે. આ કાર્યક્ર્મમાં વન વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, તથા એન.જી.ઓ. હાજર રહ્યાં હતા.