VALSADVALSAD CITY / TALUKO

વલસાડની મહિલા એ સતત આઠ મહિના સુધી યોગ-પ્રાણાયામ કરી નોર્મલ ડિલિવરીથી તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

જંકફૂડ અને વધતા જતા મેદસ્વિતાના પ્રમાણથી પ્રસુતાઓમાં સિઝેરિયન ડિલિવરીનું પ્રમાણ વધ્યું છે ત્યારે યોગ દ્વારા નોર્મલ ડિલિવરીની આશા જન્મી

માતૃત્વ ધારણ કરવાના ૯ માસની યાત્રા યોગ-પ્રાણાયામને કારણે જીવનભર સુખદ અનુભવમાં પરિણમીઃ ચાંગુના ટંડેલ

ગર્ભાવસ્થામાં વૃક્ષાસન, તાડાસન, માંજરી આસન અને મરકટ આસન સહિતના આસનો અને અનુલોમ-વિલોમ, ભસ્ત્રિકા, ભ્રામરી અને ઉદગીત પ્રાણાયામ લાભદાયી

યોગ પગમાં સોજા, બેક પેઈન, અનિંદ્રા, ગેસ, એસિડીટી, સુગર, કોલેસ્ટ્રોલ, મેદસ્વિતા અને સ્નાયુઓમાં દુખાવાથી રાહત આપે છે

પ્રેગ્નન્સી દરમિયાન કરવામાં આવતાં યોગાસનને “પ્રિનેટલ યોગ” કહેવામાં આવે છે.

“માતૃત્વ ધારણ કરવું એ દરેક સ્ત્રી માટે દુનિયાનો સૌથી સુખદ અનુભવ છે. આ નવ માસની સફર લાગણીઓથી ભરેલી હોય છે પરંતુ આ નવ મહિના એવરેસ્ટ પર ચઢવાથી કમ નથી હોતા. આ સમયગાળામાં સગર્ભાએ પોતાના સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું પડે છે. આ જ કારણસર ગર્ભાવસ્થા દરમિયાન યોગ વરદાન સાબિત થઈ શકે છે.” આ શબ્દો વલસાડના કોસંબા ગામમાં પારધી ફળિયામાં રહેતી એક માતાના છે. જેમણે યોગ દ્વારા એક, બે નહીં પણ ત્રણ વાર નોર્મલ ડિલિવરી દ્વારા તંદુરસ્ત બાળકોને જન્મ આપ્યો છે. અત્યારે જંકફૂડ અને વધતા જતા મેદસ્વિતાના પ્રમાણ વચ્ચે યોગ ખરેખર ચમત્કાર સર્જવાની તાકાત ધરાવે છે. સિઝેરિયન (સી સેકશન) ડિલિવરીના વધતા પ્રમાણ વચ્ચે યોગ એ અનેક સગર્ભા મહિલાઓમાં નોર્મલ ડિલીવરી તેમજ માતા અને બાળકના તંદુરસ્ત સ્વાસ્થ્યની આશા જગાવી છે, તો ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જાણીએ કે, ગર્ભાવસ્થા દરમિયાન કયા ક્યા યોગ અને પ્રાણાયામ સરળતાથી કરી શકાય અને માતૃત્વ ધારણ કરવાની સફરને ખૂબસુરત બનાવી શકાય છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વલસાડના યોગ ટ્રેનર અને યોગ દ્વારા ત્રીજીવાર નોર્મલ પ્રસુતિ કરનાર કોસંબાના ચાંગુના મનિષ ટંડેલ જણાવે છે કે, પ્રેગ્નન્સી દરમિયાન દરેક મહિલાએ પોતાના સ્વાસ્થ્યનું પૂરેપૂરું ધ્યાન રાખવુ જરૂરી છે. પ્રેગ્નન્સી દરમિયાન કરવામાં આવતાં યોગાસનને “પ્રિનેટલ યોગ” કહેવામાં આવે છે. જે શારીરિક અને માનસિક રીતે સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે.

Back to top button
error: Content is protected !!