DAHODGUJARAT

દાહોદ તાલુકાની રાજપુર પ્રાથમિક શાળા ખાતે શિક્ષા સપ્તાહ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું

તા. ૨૭. ૦૭. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાની રાજપુર પ્રાથમિક શાળા ખાતે શિક્ષા સપ્તાહ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું.

દાહોદ તાલુકાની રાજપુર પ્રાથમિક શાળા ખાતે તારીખ. ૨૨.૦૭. ૨૦૨૪ થી ૨૮. ૦૭. ૨૦૨૪ સુધી સરકારના પરિપત્ર મુજબ શિક્ષા સપ્તાહ અંતર્ગત રાજપુર પ્રાથમિક શાળા ખાતે રમતગમત તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને અભિનય ગીત સ્પર્ધા નું આયોજન થયું જેમાં બાલવાટિકા થી લઈ ધોરણ આઠ સુધીના બાળકોએ ભાગ લીધો જેમાં ધોરણ -૧ ધોરણ – ૩ અને ધોરણ – ૮ નાં બાળકો વિજેતા થયા બાળકોને ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોતસાહિત કરવામાં આવ્યા. આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ આચાર્ય મેરવિનભાઈ તરફથી બાળકોને મો મીઠું કરાવવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી ઈશ્વરભાઈ દ્વારા ભગલેન્નાર તમામ બાળકો અને શિક્ષકોને શુભેચ્છા પાઠવવામાં આવી. તેમજ શાળાને બગીચા માટે ૨૦૦૦ ઇટોનું દાન કરનાર કનુભાઈ સવસીંગભાઈ ડામોર નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. શાળાના તમામ શિક્ષકોએ નિર્ણાયક ની ભૂમિકા અદા કરી. આ પ્રસંગે શાળાનું ભાવવરણ ખુબ સુંદર અને ઉલ્લાસમય જોવા મળ્યું. કાર્યક્રમના અંતમાં બાળકોએ ટીમલી ના તાલે નૃત્ય કર્યું

Back to top button
error: Content is protected !!