GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર તાલુકાના ખરોડ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડોકટર ફરજ ઉપર હાજર નહિ હોવાની બાબતે જીલ્લા આરોગ્ય અધિકારી એ તપાસ કરી

વિજાપુર તાલુકાના ખરોડ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડોકટર ફરજ ઉપર હાજર નહિ હોવાની બાબતે જીલ્લા આરોગ્ય અધિકારી એ તપાસ કરી
તપાસમાં ડોકટર ફરજ ઉપર હાજર નહિ જણાઈ આવતા ૧૦ દિવસનો પગાર કપાયો
તપાસ રીપોર્ટ ગાંધીનગર આરોગ્ય ને મોકલવાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ખરોડ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા ફરજ બજાવતા ડોકટર પરેશ દેસાઈ પોતાના ફરજ ઉપર હાજર નહિ રહેતા હોવાની ગ્રામજનો મા ફરીયાદો ઉઠી હતી. જે બાબત મા જીલ્લા આરોગ્ય વિભાગ સહિત તંત્ર ને જાણ કરવામાં આવી હતી.જે અનુસંધાન મા જીલ્લા આરોગ્ય અધિકારી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા તપાસ માટે આવ્યા હતા. અને કર્મચારીઓ ની હાજરી પત્રક તેમજ હાજરી માટે જરૂરી પુરાવા ની તપાસ કરી હતી. જેમાં તપાસ દરમ્યાન ડોકટર પરેશ દેસાઈ ની ગેર હાજરી જણાઈ આવતા જીલ્લા આરોગ્ય ટીમે તેનો રીપોર્ટ કરી આરોગ્ય ને મોકલી આપવા મા આવ્યો હતો. અને ડોકટર ની ફરજ ઉપરની ગેર હાજરી ને લઇ ૧૦ દિવસનો પગાર કાપી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અને ગાંધીનગર આરોગ્ય વિભાગને તેનો રીપોર્ટ કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!