BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

વાગરા: નેરોલેક કંપનીએ પ્લાસ્ટિક પોલ્યુશન દૂર કરવા ઝુંબેશ ચલાવી, કામદારોમાં પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં નહિ નાંખવાના શપથ લેવડાવ્યા

સમીર પટેલ, ભરૂચ

અરગામા સ્થિત નેરોલેક કંપની દ્વારા પ્લાસ્ટિકના કચરા અંગેની મુહિમ ચલાવવામાં હતી.કામદારોમાં જાગૃતિ લાવવા સાથે પ્લાસ્ટિક ગમે ત્યાં નહિ ફેંકવા ના શપથ લેવડાવવામાં આવ્યા હતા. વિશ્વભરમાં પોલ્યુશન અંગે ની ચિંતા કરવા સાથે તેને ઓછું કઈ રીતે કરવુ એ માટેની ચળવળ ચલાવવામાં આવી રહી છે.આ વિષય ને ગંભીરતા થી લેતા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ડ્રાઇવ રાખવામાં આવી હતી.જે સંદર્ભે અરગામા સ્થિત કંસાઈ નેરોલેક પેન્ટ્સ દ્વારા પ્લાસ્ટિક પોલ્યુશન ન થાય એના ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.ખાસ કરીને પ્લાસ્ટિક પોલ્યુશન દૂર કરવા ના કામદારો પાસે શપથ લેવડાવવામાં આવ્યા હતા. અને આ સાથે કંપની આસપાસમાં પ્લાસ્ટિક ના કચરાને કામદારોએ એકત્ર કરી સરાહનીય કામગીરી કરી હતી.આ પ્રસંગે યુનિટ હેડ રાજેશ પટેલે કામદારોને જણાવ્યુ હતુ કે આપણે પ્રદુષણ મુક્ત વાતાવરણ બનાવવા આપણા મગજ માં રહેલા કચરા ને દૂર કરવો પડશે.જો આમ કરવામાં આપણે સફળ રહીશું તો પ્લાસ્ટિક પોલ્યુશન ને દૂર કરવામાં સરળતા રહેશે.પ્લાસ્ટિક ના કચરાને દૂર કરવા કંપનીના ઉચ્ચ અધિકારીઓ સહિત કામદારો જોડાયા હતા.

 

Back to top button
error: Content is protected !!