MORBI:ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે ટીબીનો સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો

MORBI:ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત મોરબી વિકાસ વિદ્યાલય ખાતે ટીબીનો સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો
સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને ટીબી મુક્ત ભારત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. જે અંતર્ગત ટીબીના નવા કેસ વહેલી તકે શોધી, નવા કેસમાં ત્વરિત ધોરણે સારવાર શરૂ કરીને જાહેર આરોગ્યમાં સુધારો લાવવાના હેતુથી ‘100 days intensified Campaign on TB Elimination’ અભિયાન તા. ૭ ડિસેમ્બર થીશરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં ટીબી થવાનું જોખમ ધરાવતા તમામ વ્યક્તિઓની ટીબી અંગેની સ્થળ પર જ તપાસ કરવામાં આવશે. જેમાં ડાયાબીટીસ ધરાવતા દર્દીઓ, ૬૦ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ, <18.5 BMI (જેમનું BMI 18.5 થી ઓછું હોય), ધુમ્રપાન કરતા હોય તેવી વ્યક્તિઓ, છેલ્લા પાંચ વર્ષમાં ટીબી થયેલ હોય તેવા વ્યક્તિઓ અને છેલ્લા ૨ વર્ષમાં ટીબી થયેલ હોય તેવા દર્દીના ઘરના સભ્યોને આવરી લેવામાં આવશે. જે અભિયાન ના ભાગ રૂપે જિલ્લા ક્ષય કેન્દ્ર તથા આયુષ્યમાન આરોગ્ય મંદિરના સહયોગ દ્વારા માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પી. કે.શ્રીવાસ્તવ સર તથા જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણા ના માર્ગદર્શન હેઠળ આજ રોજ વિકાસ વિદ્યાલય માં આરોગ્ય કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ ૭૦ દીકરીઓનું ટીબી સ્ક્રીનીંગ, શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ, હિમોગ્લોિબીન તપાસ તથા જનરલ ચેક અપ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા CHO ડો.ભૂમીબેન માંકડીયા MPHW હાર્દીક ભાઈ પ્રજાપતિ, FHW ભારતીબેન ઠાકર RBSK MOMAR ૭૫૧ ના ડો. જીજ્ઞેશ પટેલ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પિયુષભાઈ જોશી તથા વિકાસ વિધાલય ના સુપરિટેન્ડેન્ટ આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા







