BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ વિદ્યાલય સંકુલ ખાતે અધતન હોસ્ટેલ ભવન નું ઉદઘાટન કરવામાં આવ્યું

13 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ વિદ્યાલય સંકુલ ખાતે અધતન હોસ્ટેલ ભવન નું ઉદઘાટન કરવામાં આવ્યું.બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત આદર્શ વિદ્યાલય પાલનપુર ખાતે અંદાજે રૂપિયા પાંચ કરોડ ના ખર્ચે નિર્માણ થયેલ અધતન સુવિધાથી સજ્જ 950 વિધાર્થીઓ ને રહેવા માટે ની હોસ્ટેલ નું પ્રમુખ આર.વી. પટેલ તથા પુવૅ.કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી, ટ્રસ્ટી હરીભાઈ પી. ચૌધરી ના વરદહસ્તે ગુરૂવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું‌. આ પ્રસંગે ઉપપ્રમુખ વિરજીભાઈ જુડાલ , મહામંત્રી જયેશભાઈ ચૌધરી, ટ્રસ્ટી કે.પી. ચૌધરી (બનાસ બેંક ડિરેક્ટર), બાંધકામ સમિતિ ચેરમેન લાલજીભાઈ કરેણ, હોસ્ટેલ સમિતિ ના દેવજીભાઈ ગુડોલ, મંડળના તમામ ટ્રસ્ટીઓ, સભ્યો, વહીવટી સ્ટાફ ગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. નવીન હોસ્ટેલ ભવન નું ઉદઘાટન પુજા અર્ચના કરી વિધાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ

Back to top button
error: Content is protected !!