વેજલપુર પોલીસે મેહલોલ ગામે નદીના કોતર પાસે બેટરીના અજવાળે જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી પાડયા.

તારીખ ૩૧/૦૮/૨૬
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મેહલોલ ગામે નદીના કોતર પાસે આવેલી ખુલ્લી જગ્યામાં બેટરીના અજવાળે પાના-પત્તા વડે હાર-જીતનો જુગાર રમતા ૪ ઇસમોને પોલીસે રેડ પાડી ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, વેજલપુર પોલીસ મથકના એ.એસ.આઇ. તેમની ટીમ રાત્રિ નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે મેહલોલ ગામના ઠાકોર ફળીયામાં કેટલાક ઇસમો એકઠા થઈ જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે બે પંચોના માણસોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને જુગારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી, જેમાંથી કેટલાક ઇસમો અંધારાનો લાભ ઉઠાવી ભાગી છૂટ્યા હતા, જ્યારે ૪ ઇસમો સ્થળ પરથી પકડાઈ ગયા હતા. જ્યાં પકડાયેલા આરોપીઓમાં જયપાલસિંહ રતનસિંહ ગોહીલ (ઉં.વ. ૩૨, રહે. ઠાકોર ફળીયું, મેહલોલ), પ્રદીપસિંહ રતનસિંહ ગોહીલ (ઉં.વ. ૩૦, રહે. ઠાકોર ફળીયું, મેહલોલ), મહેન્દ્રસિંહ વિજયસિંહ સોલંકી (ઉં.વ. ૪૨, રહે. કલાલ ફળીયું, મેહલોલ) અને યોગેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વિરપુરા (ઉં.વ. ૪૦, રહે. ઠાકોર ફળીયું, મેહલોલ) પોલીસે દાવ પરથી મળી આવેલ રોકડા રૂ. ૪૩૦/- તથા પકડાયેલા આરોપીઓની અંગ ઝડતીમાંથી મળેલ રોકડા રૂ. ૧,૩૦૦/- અને પાના-પત્તાના ૨ સેટ મળી કુલ રૂ. ૧,૭૩૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ મામલે વેજલપુર પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગાર અટકાયતી અધિનિયમની કલમ ૧૨ મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.






