વિજાપુર લાડોલ પોલીસે અભરામપુરા શિક્ષિત મહીલા ને ભોળવી સાધુ વેશે આવી રૂ.૧૮ લાખ:૬૧ હજાર ના મામલે ત્રણ પૈકી બે ઈસમો ને પોલીસે ઝડપી લીધા
રાત્રે સરદાર પટેલ બાવલા હાઇવે રોડ ઉપર આરોપી ને ઝડપી લેતા લોકોના ટોળા ઉમટ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર થી મેહસાણા હાઇવે રોડ સરદાર પટેલ બાવલા પાસે થી લાડોલ પોલીસ પેટ્રોલીંગ મા હતી તે સમયે ખાનગી મા બાતમી મળી હતી કે અભરામપુરા સાધુ વેશે કરેલી ઠગાઈ પૈકી ના બે શંકસ્પદ લાગતા ઠગો ફુઓર્ચ્યુનાર કાર અને બીજી બેલેનો કાર સાથે આવેલા છે. જેને લઇ પોલીસે કાર મા તપાસ કરતા સોના ચાંદીના દાગીના તેમજ કેટલીક રોકડ મળી આવી હતી. આ મામલે રાત્રે દશ થી અગીયાર વાગ્યા વચ્ચે ફરવા નીકળેલી વસ્તી નો જમાવડો થઈ ગયો હતો. જેને લઇ પોલીસ બે ઈસમો ફોર્ચ્યુનાર કાર અને બેલનો કાર નો તેમજ બંને ઠગ ઈસમો ને લાડોલ પોલીસ મથકે લઇ જવાયા હતા. પોલીસે કરેલી પૂછતાછ દરમ્યાન અભરામપુરા ના શિક્ષિત મહીલા બેન પાસેથી ઠગાઈ કરી પડાવેલ રૂપિયા ૧૮ લાખ ૬૧ હજાર ની કબૂલાત કરતાં પોલીસે બંને ઈસમો શંકરનાથ કેસર નાથ તેમજ રામનાથ કેસર નાથ ને ફૂર્ચ્યાનાર કાર તેમજ બેલેનો કાર તેમજ ચાર લાખ પચ્ચાસ હજાર ની રોકડ રકમ અને રૂપિયા ત્રણ લાખ અઢાર હજાર ના દાગીના જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.