વિજાપુર પિલવાઇ ગામે જાગૃત નાગરીકો દ્વારા પ્રધાન મંત્રી વિશ્વ કર્માં યોજના મા બાકી રહેલ લાભાર્થીઓ નો સમાવેશ કરવા માંગ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પિલવાઈ ગામના જાગૃત નાગરીકો દ્વારા પ્રધાન મંત્રી વિશ્વ કર્મા યોજના મા બાકી રહી ગયેલ લાભાર્થીઓ ને લાભ આપવા માટે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ને લેખીત મા રજૂઆત કરવા મા આવી છે આ અંગે જાગૃત નાગરિક હસમુખ ભાઈ હીરા ભાઇ ચૌહાણે જણાવ્યું હતુકે પિલવાઇ ગામની ૧૨,૦૦૦ ઉપરાંત ની વસ્તી ધરાવતું ગામ છે જેમાં અલગ અલગ જ્ઞાતિ ના લોકો રહે છે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૨૩ મા જુદાજુદા જ્ઞાતિ ના લોકો રહે છે. જે લોકોએ ઓન લાઇન અરજી કરી છે પરંતુ હજુ કોઈ જવાબ મળ્યો નથી. કેટલાક અરજદારો ના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા તો કેટલાક અરજદારો હાલમાં પણ જવાબની રાહ જોઈ રહ્યા છે. ગેરન્ટેડ સરકાર સરકારી યોજના અનુસાર ધંધા રોજગાર માટે લોન પણ જાહેર કરી છે. પરંતુ હજુ લોન પણ ઠેકાણા નથી. આ બાબતે તાલુકા વિકાસ અધિકારી સપના બેન રાજપુત તેમજ ધારાસભ્ય સીજે ચાવડા ને પણ રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તેઓની પાસેથી પણ કોઈ હકારત્મક જવાબ મળતો નથી જેને લઇને પ્રધાન મંત્રી ની વિશ્વકર્મા યોજના અંતર્ગત પિલવાઇ ના અરજદારો અટવાયેલા છે. સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય લઈ કોઈ હકારત્મક જવાબ મળે તે માટે અરજદારો રાહ જોઈને બેઠા છે.