વિજાપુર રણાસણ ગામે ખેતરમાં રાત્રીના સમયે રખડતા ઢોરો પાક ને નુકશાન કરતાં ખેડૂતો સહીત પૂર્વ સરપંચે પ્રશ્ન નો નિકાલ કરવા ધારાસભ્ય ને કરી રજૂઆત
વિજાપુર રણાસણ ગામે ખેતરમાં રાત્રીના સમયે રખડતા ઢોરો પાક ને નુકશાન કરતાં ખેડૂતો સહીત પૂર્વ સરપંચે પ્રશ્ન નો નિકાલ કરવા ધારાસભ્ય ને કરી રજૂઆત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના રણાસણ ગામે છેલ્લા ઘણા સમયથી રાત્રી ના સમયે રખડતા ઢોરો ખેતર માં ઘુસી ખેડૂતો ના પાક ને ભેલાણ કરી નુકશાન કરતાં હોવાના બાબતે ગામના ખેડૂતો અને પૂર્વ સરપંચ સહિત ધારાસભ્ય સી. જે ચાવડા સમક્ષ રજૂઆત કરી છે. તેઓના જણાવ્યા અનુસાર રાત્રીના સમયે ખેતરો મા રખડતા ઢોરો ઘૂસી જઈ ખેડૂતો ના પાકને નુકશાન કરી રહ્યા છે જેને લઇ પ્રશ્નો નિકાલ લાવવા ધારા સભ્ય ને રજૂઆત કરેલ છે. આ અંગે પૂર્વ સરપંચ દીપક ભાઈ પટેલે જણાવ્યુ હતુ કે છેલ્લા ઘણા સમય થી ખેડૂતોને પોતે વાવેતર કરેલ પાક ને બચાવવા માટે રાત્રીના સમયે ચોકી પહેરો કરવા નો વારો આવ્યો છે. રખડતા ઢોરો ખેતરો મા ઘૂસી ખેડૂતોએ દવા બિયારણ નો ખર્ચો કરી વાવેતર કર્યું હોય છે. તેવા પાક ને રાત્રીના ક્યાંક થી રખડતા ઢોરો આ બાજુ આવી ખેતરો મા ઘૂસી જઈને પાકનું બગાડ કરી દે છે. જેને લઇ ખેડૂતો પરેશાની મા મૂકાયા છે. રખડતા ઢોરો નો નિકાલ માટે તંત્ર અને ધારા સભ્ય સી.જે ચાવડા ને પ્રશ્ન નો નિકાલ લાવવા માટે રજૂઆત કરવા મા આવી છે. હવે ધારાસભ્ય અને તંત્ર ખેડૂતો પ્રશ્ન નો નિકાલ લાવવા માટે ક્યારે પગલાં ભરે છે. તે એક પ્રશ્ન છે.