GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર તાલુકા પંચાયત ની ખાલી પડેલી કુકરવાડા ની બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ ના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું

વિજાપુર તાલુકા પંચાયત ની ખાલી પડેલી કુકરવાડા ની બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ ના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું
વિજાપુર તા.
વિજાપુર તાલુકા પંચાયત ની કુકરવાડા ની બેઠક ઉપર ભાજપના સદસ્ય અને તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ ભાવિક ભાઈ પટેલ ના નિધન બાદ ખાલી પડેલી બેઠક ની પેટા ચૂંટણી જાહેર થતા સૌ પ્રથમ મામલતદાર કચેરી ખાતે કુકરવાડા ના કોંગ્રેસ ના યુવા કાર્યકર દેવાંગ ભાઈ ભરત ભાઈ પટેલે પેટા ચૂંટણી મા પોતાની ઉમદારી ફોર્મ ભરી દાવેદારી રજૂ કરી હતી. જેમાં કોંગ્રેસના અગ્રણી અશોક સિંહ વિહોલ અસપાક અલી સૈયદ દિનેશ ભાઈ પટેલ ભરત ભાઈ પટેલ ડી.ડી રાઠોડ એલ એસ રાઠોડ અમિત મકવાણા સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે અશોક સિંહ વિહોલે જણાવ્યું હતુ કે કોંગ્રેસ ના ઉમેદવાર દેવાંગ પટેલ ને કુકરવાડા ની આ બેઠક ની આ પેટા ચૂંટણી મા જીત માટે કોંગ્રેસ ના કાર્યકરો એક થઈને લડવા ના છે અને મોટી લીડ સાથે જીતવા ના છે એવી આશા વ્યક્ત કરી હતી. ભાજપ ના સૂત્રો માંથી મળતી માહિતી મુજબ હાલ માં ભાજપે કોઈ ઉમેદવાર જાહેર કર્યો નથી પરંતુ ભાજપ ના ગુજરાત અધ્યક્ષ ને બે નામો મોકલી આપ્યા છે. જેમાં ચેતન પટેલ (બેટરી) નુ નામ હાલ મુખ્ય ચર્ચાઈ રહ્યુ છે. ભાજપ જે ઉમેદવાર ને મેન્ડેટ આપશે તેને જીતાડવા માટે ભાજપ ના કાર્યકરો સ્વીકારી ને તેની પાછળ મહેનત કરશે જોકે હાલના પેટા ચૂંટણી ને લઈ સ્થાનીક રાજકારણ મા ધીમે ધીમે ગરમી પકડી છે.

Back to top button
error: Content is protected !!