BHACHAUGUJARATKUTCH

વિસા ઓસવાલ ટ્રસ્ટ જૈન કન્યા છાત્રાલય લાકડીયા ખાતે નારી વંદન સપ્તાહ અંતર્ગત “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાન હેઠળ માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન અંગે જાગૃતિ કાર્યક્રમની ઉજવણી

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ,તા-૦૩ ઓગસ્ટ : જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેષ ભંડેરી સાહેબ, જિલ્લા આર.સી.એચ.ઓ ડો.દિનેશ પટેલ સાહેબ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંહ સાહેબ તેમજ જુના કટારીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. રોહિત ભીલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ નારી વંદન સપ્તાહ અંતર્ગત “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના કટારીયા ના આયુષ્યમાન આરોગ્ય મંદિર લાકડીયા1,2,3 દ્વારા જૈન કન્યા વિદ્યાલય અને કોલેજ ખાતે કિશોરીઓ માટે માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન વિષય પર જાગૃતિ અને સંવાદ કાર્યક્રમ યોજાયો.બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાન ની ઉજવણી ભાગરૂપે કાર્યક્રમ દરમિયાન આરોગ્ય ટીમ દ્વારા માસિક ધર્મ એટલે શું?, કિશોરીઓને માસિક ધર્મ દરમિયાન રાખવાની કાળજી, સેનેટરી પેડનું ઉપયોગ અને નિકાલ, પ્રજનન તંત્રના રોગો, માસિક ધર્મ સાથે સંકળાયેલા પ્રશ્નો અને સમસ્યાઓ વગેરે વિશે કિશોરીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. તેમજ માસિક ધર્મ કોર્નર તેમજ પોષણ પિરામિડ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આરબીએસકે ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને અનુરૂપ સામાજિક અગ્રણી કાર્યકર નીલભાઈ વિંઝુડા દ્વારા કિશોરીઓને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં સંસ્થાના સ્થાનિક ટ્રસ્ટી શૈલેષભાઈ નિસર, સામાજિક અગ્રણી કાર્યકર નીલભાઈ વિંઝુડા, આરબીએસકે ડો. અમીબેન ,એ એન એમ , કિશોર સ્વાસ્થ્ય સલાહકાર કિરેન કુમાર પાતર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ચાંદની બેન, અવનીબેન, બ્રિજલબેન, ફિમેલ હેલ્થ વર્કર રંજનબેન, દર્શનાબેન, એમ.પી.એચ.ડબલ્યુ ચેતનભાઇ ,રાજુભાઈ, હિતેશભાઈ, કોલેજના સંચાલક ડૉ. રાજેશ ગઢવી શાળાના આચાર્ય દિનેશ પંડ્યા અને શિક્ષકગણ અને કિશોરીઓ હાજર રહી.

Back to top button
error: Content is protected !!