હાલોલની વી.એમ.શાહ ગુજરાતી માધ્યમનું વિજ્ઞાન પ્રવાહનું 69.92% પરિણામ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૫.૫.૨૦૨૫
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2025 માં યોજાયેલ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહનું આજે પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદની લાગણી અને ગૌરવની અનુભવી રહ્યા છે.ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માં હાલોલ કેન્દ્ર નું 83.6 ટકા પરિણામ જાહેર થતા ગત વર્ષ ની સરખાણીમાં 7 ટકા નો વધારો થયો હતો. જયારે વિજ્ઞાન પ્રવાહ માં 71.79 ટકા પરિણામ આવતા ગત વર્ષ ની સરખાણીમાં ફક્ત 0.21 ટકા વધારો થયો છે. હાલોલના ગોધરા રોડ સ્થિત વી.એમ.શાહ ગુજરાતી માધ્યમનું વિજ્ઞાન પ્રવાહનું 69.92% પરિણામ આવ્યું છે. જેમાં દેવાંશી લીરીન કુમાર પટેલ 97.76 પર્સન્ટાઈલ અને 87.08 ટકા મેળવી શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. કુલદીપસિંહ રમેશભાઈ પરમાર 96.43 પર્સન્ટાઈલ અને 85.23 ટકા સાથે બીજા ક્રમાંકે તેમજ ભાવ્યાબેન સંકેતકુમાર પરમાર 84.14 પર્સન્ટાઈલ અને 84.14 ટકા સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગુજરાતી માધ્યમ સામાન્ય પ્રવાહમાં હેતલ રતનલાલ લોહાર 95.59 પર્સન્ટાઈલ અને 86.20 ટકા સાથે શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જયારે મીતુબેન જયેશભાઈ પટેલ 94.61 પર્સન્ટાઈલ અને 85.87 ટકા સાથે બીજા સ્થાને જયારે હની હિતેશકુમાર ભાટીયા 90.47 પર્સન્ટાઈલ અને 82.53 ટકા સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.જ્યારે અંગ્રેજી માધ્યમ સામાન્ય પ્રવાહમાં હીનાબેન જી પટેલ 93.67 પર્સન્ટાઈલ અને 84.93 ટકા સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે હૈદર આર ખાન 93.50 પર્સન્ટાઈલ અને 84 ટકા સાથે બીજું સ્થાન જયારે સ્નેહા બી શાહ 90.99 પર્સન્ટાઈલ અને 82.40 ટકા સાથે મેળવી શાળામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.અંગ્રેજી માધ્યમ વિજ્ઞાન પ્રવાહમાં હરિકુમાર અશોકભાઈ પટેલ 85.76 પર્સન્ટાઈલ અને 81.38% સાથે પ્રથમ,નમ્ર રીપલભાઈ પટેલ 83.96 પર્સન્ટાઈલ અને 80.61 ટાકા સાથે બીજા ક્રમે જયારે લવ અજય સાલવી 74.98 પર્સન્ટાઈલ રેન્ક અને 70.85% સાથે ત્રીજા ક્રમે આવેલ છે.જેથી શાળા ધ્વારા તમામ વિધાર્થીઓને શુભેરછાઓ પાઠવી હતી.