GUJARATPANCHMAHALSHEHERA
શહેરા તાલુકાની ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદારોનો ભારે ઉત્સાહ
પંચમહાલ શહેરા:-
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં યોજાયેલી 27 ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીમાં મતદારોમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકશાહીનો પર્વ સમજી મતદાતાઓ વહેલી સવારથી જ મતદાન મથકો પર પહોંચી ગયા હતા. મતદાતાઓએ ઉત્સાહપૂર્વક લાંબી લાઈનોમાં ઊભા રહીને પોતાનો લોકશાહિહક ઉપયોગ કર્યો હતો. મહિલા મતદાતાઓ અને યુવાનોની નોંધપાત્ર હાજરીથી ચૂંટણીમાં જીવંત અને લોકસહભાગીતાપૂર્વકનું વાતાવરણ સર્જાયું હતું. સુરક્ષાદળો, ચૂંટણી અધિકારીઓ અને પ્રશાસન દ્વારા મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે ચાલી તે સુનિશ્ચિત કરવામાં આવ્યું.