BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન, ભરૂચ તાલુકાના બંબુસર ગામે સરપંચ પદ માટે મતદાન

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ તાલુકાના બંબૂસર ગામે સરપંચ પદ માટે આજે પેટા ચૂંટણી યોજાઈ છે જેમાં સ્થાનિકોના જણાવ્યા અનુસાર સરપંચ પદ માટે તેઓ પ્રથમ વાર મતદાન કરી રહ્યા છે. વાત કરવામાં આવે તો બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને ૨૦૨૧ માં ચૂંટણી યોજાઈ હતી જેમાં મતદાનના ૨ દિવસ પહેલા સરપંચ પદ ના ઉમેદવારોનું નિધન થતા ચૂંટણી ઠેલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબૂસર ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે જેમાં ૩ ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન શરૂ થયુ છે જેમાં સવારથીજ મતદાન શરૂ થતા લોકો ઉત્સાહ ભેર મતદાન કરી રહ્યા છે અને પોતાના ઉમેદવારને જીતાડવા મહેનત કરતા નજરે પડ્યા છે.

Back to top button
error: Content is protected !!