વિજાપુર પિલવાઈ કોલેજ ખાતે વ્યાસ વંદન કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પિલવાઈ ખાતે આવેલ શ્રી યુ પી આર્ટ્સ શ્રીમતી એમ જી પંચાલ સાયન્સ અને શ્રી વી એલ શાહ કોમર્સ કોલેજ પિલવાઇમાં તા.19 જુલાઈ 2024 શુક્રવાર ના રોજ સંસ્કૃત વિભાગ અને હિન્દી વિભાગના ઉપક્રમે વ્યાસ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં B.A. sem -1 ની વિદ્યાર્થિની ઈશિતા વિહોલે ગુરુ પૂર્ણિમા પર્વ અનુસંધાને પોતાની વકતૃત્વકલા પ્રસ્તુત કરી હતી. સંસ્કૃત વિભાગના અઘ્યક્ષ ડૉ મનુભાઈ પ્રજાપતિએ વ્યાસ પૂર્ણિમાની વિચારધારા રજૂ કરી હતી. આર્ટ્સ ફેકલ્ટીના ઈન્ચાર્જ અને હિન્દી વિભાગના અઘ્યક્ષ પ્રો એસ એમ વાઘેરાએ હિન્દી ભાષામાં કબીરને યાદ કરીને ગુરુ પરંપરા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ અરવિંદભાઈ તળપદાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થીઓ ઉત્સાહથી ઉપસ્થિત રહ્યા હતા.