વડગામ એપીએમસી માં પાણીની પરબ નું લોકાર્પણ કરવામાં આવ્યું
30 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ એપીએમસી માં પાણીની પરબ નું લોકાર્પણ કરવામાં આવી વડગામ એપીએમસી પટાંગણમાં નવિન પાણી ની પરબ નું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં શનિવારે ચેરમેન પરથીભાઈ હાથીભાઈ લોહ પસવાદળ ની અધ્યક્ષતામાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન માં ચેરમેન પરથીભાઈ એ જણાવ્યું હતું કે પરબ વિનામુલ્યે પાણી વિતરણની વ્યવસ્થા છે, જ્યાંથી રાહદારી નાત-જાતનાં ભેદભાવ વગર પાણી પી શકે છે. એપીએમસીમાં દૂર દૂર થી આવતાં ખેડૂતો, મુલાકાતીઓ માટે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તેવોએ વધુ માં જણાવ્યું કે સામાન્ય રીતે આવી પરબોનું સંચાલન સખાવતી સંસ્થાઓ, વ્યક્તિગત દાતાઓ અથવા કોઇ સંંત અથવા ધાર્મિક સ્થળોની જગ્યાએ થતું હોય છે. ગુજરાત,રાજસ્થાનમાં આવી પરબો ઠેર ઠેર જોવા મળે છે. ડિરેક્ટર કે.સી. કોરોટ, સહિત ઉપસ્થિત ડિરેકટરો એ પ્રાસંગિક વિચારો વ્યક્ત કર્યા હતા. સેક્રેટરી માંઘજીભાઈ ધુળીયા એ સ્વાગત પ્રવચન કર્યું હતું, ચેતનભાઈ ગોળે આભાર વિધિ કરી હતી.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ