GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

આયુ.”યુનિ.”-“ઇટ્રા” કેમ અલગ? એકહથ્થુ રાખવા જ ને? part 3

આયુ.”યુનિ.”-“ઇટ્રા” કેમ અલગ? ઉપર એક જ વ્યક્તિની એકહથ્થુ સતા  રાખવા જ ને?  કે બીજુ કઇ?? part 3

ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી જ ઓળખ છે -ઇટ્રા ચાર વરસમાં પણ “જામતુ”નથી આંતરીક સમુનમુ કરવામાં જ પડ્યુ છે

ક્વોલીટી શિક્ષણ પુરૂ પાડવા ITRA ACT હેઠળ બધુ સમાવી અલગ મહત્વ સ્થાપવુ જરૂરી હતુ તેવી કેફીયત કેટલી સાર્થક છે??

ઇન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ નો દરજ્જો આપી દેવાયો પરંતુ પેરામીટર અંગે સધન સર્વે થયુ??
ઇટ્રા એક્ટ થી વિસંગતતા વધી માટે કાયદેસરતા પડકારી શકાય છે હા સંશોધન કેન્દ્ર ઇન્સ્ટી.ઓફ નેશ.ઇમ્પો. થયુ તે ખૂબ જ યોગ્ય છે પરંતુ તે તો ૧૯૫૬ થી છે જ યુનિ. હેઠળ અને હજુ ગતિ લાવવા દરજ્જો વધારાયો પરંતુ દરજ્જા બાદ શું ઉપયોગી કઇ થયુ??

જામનગરવશહેર જિલ્લા દ્વારકા જિલ્લો સૌરાષ્ટ્રમાં ઇટ્રા એ શું લોકોને સ્વસ્થ રહેવાની શાસ્રીય સચોટ જાણકારી અને શું ખાવુ શુંવન ખાવુ ?? કઇ પ્રકૃતિ કઇ જીવન પદ્વતિ કઇ ઋુતુ કઇ ઘરની ઔષધી અને ખોરાક બનાવવામાં શું ઉપયોગમાંલેવુ..છતાય……..બાદમાં જરૂર પડે તો…….શું ઔષધ લેવાય?? કેમકે આયુર્વેદીક ઔષધોની આડઅસર ન હોવાની માન્યતા દૂર કરવી પડે ને?? દાખલા તરીકે રસ રસાયણ વગેરે જરૂર મુજબ ક્ષમતા મુજબ જલેવાય વગેરે…… માટેના વિસ્તાર વાઇઝ ગામ વાઇઝ કેમ્પ કર્યા?? માત્ર પોતાના દવાખાનામા કેમ્પ કર્યા એ એમ.ડી. અને પીએચ.ડી.માટે સંખ્યા દર્શાવે બાકી ત્યા આવતા દરદીઓને પોતાની ફાર્મસીના પુરતા ડોઝના ઔષધ નથી આપતા બહારથી લખી દે છે …..આ છે નેશનલઇમ્પોર્ટન્સ??હેં??

ઋષિઓએ જીવનમાં યોગ્ય -અયોગ્ય શું અને આરોગ્ય માટે શું જરૂરી ??તે શાશ્ર્વત નિયમો આપ્યા તેમને ગ્રાંટ નહતી મળતી એ.સી.ચેમ્બરો નહતી……..બ્રહ્માંડની ઉત્પતિથી માંડી જીવની ઉત્પતિ તેનુ અનુસંધાન નાડીનિદાન જેવુ જ્ઞાન આપ્યુ તે તો ધ્યાને લેવાતુ નથી

 

જામનગર (ભરત ભોગાયતા)

 

આયુર્વેદ આપણુ પ્રાચીન શાસ્ર છે જેમાં જીવનને સ્વસ્થ ગુણવતાયુક્ત અને આદર્શ બનાવવાના મુલ્યો સ્થાપીત થયા છેચસાથે સાથે આરોગ્યની કાળજી રાખવા સાથે આરોગ્ય જાળવવા અને જરૂર પડ્યે સારવારના નિયમો આપ્યા છે જો કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્યમ રક્ષણમ એ પ્રથમ હેતુ છે

આ માટેના ગ્રંથોના રચયિતા ઋષિઓ બાદમા જન આરોગ્ય માટે ભેખધરનાર ઋષિ તુલ્ય વિદ્વાનોએ અનેક ગ્રંથોની રચના કરી આ વિષયને સરળ કરવા પોતાના જીવનભર પ્રયાસ કર્યા અને જીવનમાં યોગ્ય -અયોગ્ય શું અને આરોગ્ય માટે શું જરૂરી ??તે શાશ્ર્વત નિયમો આપ્યા આ બધાં ને તેમને ગ્રાંટ નહતી મળતી એ.સી.ચેમ્બરો નહતી અને બ્રહ્માંડની ઉત્પતિથી માંડી જીવની ઉત્પતિ તેનુ અનુસંધાન નાડીનિદાન જેવુ જ્ઞાન આપ્યુ આ આવશ્યક છે એક આયુર્વેદ નિષ્ણાંત માટે આયુર્વેદ ચિકિત્સક માટે અને શાસ્રો કહે છે કે આ બધુ જાણ્યા બાદ ચિકિત્સા(ઔષધીથી કે પરેજી કે આહાર વિહારથી) એ આત્મસ્ફુરણાનો વિષય છે તેમજ ત્રિદોષ પંચધાતુ પંચ તન્માત્રા ષડ રસ મન અને શરીર વાયુ અને અગ્નિઓના શરીરમાં સ્થાન અને મહત્વ……સહિત ઘણુ ઘણુ જણાવાયુ છે તે આયુર્વેદ છે ઔષધો તો તેનો થોડો હિસ્સો છે હા વનસ્પતિઓના ગુણધર્મ અને શરીર સ્વાસ્થ્યમા ઉપયોગીતાનો વિષય વિસ્તૃત છે પરંતુ તે તો ધ્યાને લેવાતુ નથી

આયુર્વદ સોસાયટી જામનગરમાં ૧૯૪૦ મા બની ૧૯૪૪ માં બાંધકામનો અજોડ નમુનો ધન્વંતરી મંદિર બિલ્ડીંગ બન્યુ ૧૯૪૬ મા શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય બન્યુ ૧૯૫૬માં પીજી સેન્ટર આઇપીજીટી એન્ડ આરએ (જેમા કેન્દ્રસરકારની ગ્રાન્ટ આધારીત પોસ્ટગ્રેજ્યુએટ ટીચીંગ અને રીસર્ચ થતુ હતુ ) બન્યુ ૧૯૬૭ મા ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી એક્ટ હેઠળ બની જેનો હેતુ સીસ્ટમીક ટીચીંગ ટ્રેઇનીંગ અને રીસર્ચ નો હતો અને પીજી વિભાગ ફાર્મસી તેમજકોલેજ બધુ જ તેમા સમાવાયુ હતુ

કરવાની જરૂર એ હતી કે આ સમગ્ર યાત્રા તેની પાછળનુ અગાધ લક્ષ્ય જહેમત સંશોધનને સન્માન આપવાનુ હતુ અને તેને નેશનલકક્ષાનુ મહત્વ આપવાનુ હતુ

પરંતુ તે પુર્વ કુલપતિને તો એક હથ્થુ શાસન રાખવુ હતુ ને માટે ઉતાવળે આંબા પકવ્યા ય ખરા ને રસપ્રચુરતાનો લ્હાવો પણલીધો તેમ અમુક જાણકારો કહે છે કેમકે હવે તો ભાઇએ વિશ્ર્વગુરૂ બનવા આયુર્વેદ યોગને પ્રમોટ કરવાના ટ્રેલર બતાવી એકસ્ટેન્શન પણ આયુષ મંત્રાલયમા મેળવ્યુ છે પરંતુ કોઇ સ્ટેચ્યુટરી કોઇ ફાયનાન્સીયલ કે કોઇ પોલીસી મેટર કે ઇન્સ્ટી. ઇમ્પોર્ટન્સની કોઇ મુળકાયદાકીય જોગવાઇઓ વગેરેમા હસ્તક્ષેપ કરવાની મંજુરી આ એકસટેન્શનથી મળી જતી નથી એકસ્ટેન્શન થી નિમણુંક ની શરતો ઘણી હોય છે છતા તેઓ તેમના સ્વભાવ મુજબ અમુક ગતિવિધીઓ તો કરશે જ પણ ઇટ્રા ના સ્ટાર્ટીંગમાં જ તેમના માનીતા પાંચ વર્ષની ટર્મ પુરી કરી નથી શક્યા તે બાબતનો ભેદ જાહેર થવામા છે ત્યા વળીકેન્દ્ર સરકારનુ હાલ ફંડ ફાળવણી નિયંત્રણ બજેટ પહેલા અનર જો બજેટમા ઓછી જોગવાઇ આવીબતો એકંદર આ સાહેબને તો ઘણુ બેકફુટ ઉપર રમવુ પડશે કે શું તે ચર્ચાઓ ચાલે છે

આ સ્થિતિમાં કાયદાકીય ઘણી બાબતો કાયદા નિષ્ણાંતોએ સમજાવી છે છણાવટ કરી છે તે મુજબ ગુજરાત આયુર્વેદ યુનિ. હેઠળ રાજ્યમાં ૪૨ કોલેજ છે તેમજ પીજી સેન્ટર ને અભ્યાસ સંશોધન માટે સુવિધા માટે વિકસવા માટે સરકાર ની મબલખ ગ્રાંટ મળતી રહી હતી

આ પીજી સેન્ટરમાં ઘણા સંશોધનો થયા અને ઘણા નિપુણ અને નિષ્ણાંત વૈદ્યો હતા તેમના નીરીક્ષણ અને માર્ગદર્શનમા થયા હતા

હવે એક વખત બ્રહ્માજીને થયુ હતુ કે હુ એકોહમ બહુષ્યામી થવ તો?? તેમ જામનગરના એક પુર્વ કુલપતિને થયુ કે હુ પણ વ્યાપ વધારીને ઘણુ બધુ થવ તો??તેમાંથી ઇટ્રા (કેવુ અંગ્રેજી નામ લાગે નહી??) તેમને ઇનસ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ ટ્રેનીંગ ઇન આયુર્વેદ (ઇટ્રા ) [જેમાં ટ્રેનીંગ શબ્દ નથી જે ગુજરાત આયુર્વેદ યુનિ. ના માન્ય બંધારણમાં છે] સંસ્થા સ્થાપવા અને ઇનસ્ટીટ્યુટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ નો દરજ્જો આપવા તેમજ ગુલાબ કુવરબા કોલરજ ફાર્મસી ઇનસ્ટી. અને ફાર્મસી તેમજ પીજી સેન્ટર એટલુ સમાવી અલગ ઇટ્રાની દરખાસ્ત તૈયાર કરી જે ૨૦૨૦ કેન્દ્રીય કેબિનેટમાં મંજુર થઇ અને ૨૦૨૧ મા ઇટ્રા એક્ટ બન્યો ત્યાર બાદ રૂલ્સ બન્યા અને રેગ્યુલેશન તો બન્યાજ રાખે છે

હવે દિલ્હીના અમુક શાસકોના ધ્યાનમાં પણ કોઇએ એ વાત મુકી જ નથી કે આયુર્વેદ યુનિવર્સીટી આમાં ક્યાય નથી એને તો તારવી દીધી છે કેમકે કેન્દ્ર સરકારના એક્ટ થી આયુષ મંત્રાલય જે આયુર્વેદ યોગ નેચરોપેથી સિદ્ધા યુનાની હોમીયોપેથી એટલે કે આયુર્વેદ એન્ડ એલાઇડ સીસ્ટમ્સ નુ મંત્રાલય છે
ખરેખર આયુર્વેદ નિષ્ણાંતોની એક કમિટીને આ કામ સોંપવાની જરૂર હતી જે દરખાસ્ત અધીનિયમ નિયમો વગેરે પહેલા બનાવે બાદમા આ એક્ટ નો હેતુ સિદ્ધ થાય છે??તે જોઇ સરકારને રીપોર્ટ કરે જો કે હવે સરકારની સંસ્થા એનઆઇઆરએફ આ કામ કરશે બાકીનુ એકાઉન્ટ જનરલ ઓડીટમાં કરશે(હાલ તો ઇન્ટરનલ ઓડીટ થાય છે તેને કારોબારીમા ઓડીટ રીપોર્ટ એમ ટુકુંજ નામ દર્શાવી રજુ કરાય છે)

@……..હવે કાયદાકીય અને શાસ્ર નિષ્ણાંતો તેમજ ઇન્સ્ટીટ્યુશનના એકસ્પર્ટસ ના અભ્યાસ મુજબ

— અગાઉ બધુ હતુ તો itra કેમ?? તમે IPGT&RA ને નેશનલ ઇન્સ્ટી.ઇમ્પોર્ટન્સનો દરજો નહોતા આપી શકતા?? તો કે ક્વોલીટી શિક્ષણ અને સંશોધન માટે ઇટ્રા છે
અરે ભાઇ એજ ભણાવવા વાળા છે ને?? અત્યાર સુધી તે ક્વોલીટી શિક્ષણ નહોતા આપતા?? એ જ બધો સ્ટાફ ઇટ્રામા છેને?? માટે ઇટ્રા એક્ટ ને પડકારી શકાય છે ઇમ્પોર્ટન્સ ભલે રહ્યુ પણ અધિનિયમની શું જરૂરત હતી?? ઉલટી વિસંગતતા વધી છે

–બીજુ આ કેમ્પસ ગુલાબકુંવરબા સોસાયટીનુ છે બાદમા આયુ.યુનિ હસ્તક છેઇટ્રા તેમા બેસે છે ખરેખર ઇટ્રા નુ કેમ્પસ જુદુ હોવુ જોઇએ
આઇપીજીટી એન્ડ આર એ પણ યુનિ. કેમ્પસમા બેસતુ હતુ
તેમજ
સેન્ટ્રલયુનિ. ને i.n.i. ના દરજ્જા મળ્યા જ છે તો ગુજ આયુ.યુનિ. હસ્તક ૪૨ કોલેજ છે તો આ વ્યાપ જોઇ યુનિ. ને ઇન્સ્ટી ટયુટ ઓફ નેશનલ ઇમ્પોર્ટનસ કાં નહી?? તેમજ મીલકત હસ્તાંતરણ ની કાયદાકીય પ્રક્રિયા કરાઇ છે??

–આયુ. યુનિ. એક્ટ હેઠળ જ બની છે ને તો એની હેઠળજ પીજી ઇન્સ્ટી. રીસર્ચ અભ્યાસ કરતુ જેમા કેન્દ્ર સરકારની ગ્રાન્ટ હતી નિયમ પણ સેન્ટ્રલના અપનાવેલા
એના બદલે ઇટ્રા એ યુનિ વહીવટી સંકુલ ની જગ્યા સિવાય બધુ હસ્તગત કરી લીધુ છે

-કોલેજ ફાર્મસી ઇન્સ્ટી પતંજલીયોગ કેન્દ્ર બધુ ઇટ્રામા ભળ્યુ એક્ટ થી પણ ઇટ્રાની પોતાની જગ્યા ક્યાં??

-ક્યે છે કે નારણપર પાસે સરકારે જગ્યા આપી ઇટ્રા માટે ત્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શીલારોપણ કર્યુ પણ ઇટ્રા વાળા તો હાલના કેમ્પસમા જ સીવીલ મિકેનીકલ પાણી ડ્રેનેજ રોડ રસ્તા હોસ્ટેલ ફાર્મસી વગેતે બનાવવા ૭૮૦ કરોડથી વધુ ના ખર્ચ કરવા થનગને છે

@_____નેશનલ ઇમ્પોર્ટન્સ વિશે નિષ્ણાંતો કહે છે કે….

NIRF ભારતની યુનિવર્સિટીઓ અને કોલેજોને પાંચ પરિમાણોમાં મેળવેલા સ્કોર્સના આધારે રેન્કિંગ પ્રદાન કરે છે: ટીચિંગ, લર્નિંગ એન્ડ રિસોર્સિસ (TLR) રિસર્ચ એન્ડ પ્રોફેશનલ પ્રેક્ટિસ (RP) આઉટરીચ એન્ડ ઇન્ક્લુસિવિટી (OI)

-જો itra માં આ બધુ ટ્રાન્સપરન્સી થી ચેક થશે અને ઇમ્પોર્ટન્સ નો દરજજો સમીક્ષા કરી રદ પણ કરશે તો??તો શું થશે ??

-કેમકે ઇટ્રા એક્ટ મા ઉતાવળ કરી ડાયરેક્ટર ઉપર પ્રેસીડન્ટ
ગવર્નીંગબોડીના ચેરપર્સન પણ પ્રેસીડન્ટ થય શકે ડાયરેક્ટર સિવાય તેમ દર્શાવ્યુ છે પરંતુ ઇટ્રા એક્ટ ૨૦૨૧માં પ્રેસીડન્ટ ,ગર્વનીંગ બોડી ,ચેરમેન વ્યાખ્યાયીત નથી ડાયરેક્ટર વ્યાખ્યાયીત છે

-ગવર્નીંગ બોડીમાં કેન્દ્રના મીનીસ્ટર આયુષ સેક્રેટરી બીજા સેક્રેટરી આયુ.યુનિ.કુલપતિ વગેરે હોય છે તે બધા નિષ્ણાંત જ હોય છે પરંતુ ઘણી વખત નિષ્ણાંતો પણ મૌન રહે છે(અભ્યાસુઓનુ મૌન જ મુસીબત ની કેડી કંડારે છે)

-ઇટ્રા એક્ટ બાદ રૂલ્સ બનાવ્યા છે તે કાયદાના પરીમાણ મુજબ મહતમ છે
-ઇટ્રા એક્ટ એ ક્યા મુળ કાયદા હેઠળ બનેલો છે તેની પૃષ્ઠભૂમિ અને ઉદેશ્ય
(કોઇપણ એક્ટ હોય તે મુળકાયદા આધીન હોય અને ટુંકો હોય સારાંશ રૂપે હોય અધીક નિયમો દર્શાવતો હોય અને મુળકાયદાના રૂલ્સ હોય રેગ્યુલેશન હોય હવે અધીનિયમ તો પોતે જ કોઇ કાયદાનો અર્ક હોય તો પછી તેના રૂલ્સ અલગ કેમ અને ઇટ્રાનો મુળ કાયદો ક્યો છે?? જેમ ગુજ.આયુ.યુનિ. એક્ટ થીબની છર પરંતુ યુનિ.એક્ટ આયુર્વેદ ક્ષેત્રે સીસ્ટેમેટીક શીક્ષણ તાલીમ સંશોધન માટે બનાવાયો છે હવે યુનિ.નો હેતુ વધુ વ્યાપક છેવઇટ્રા મા શિક્ષણ સંશોધન બે જમુદા છે યુનિ.મા આ બે ઉપરાંત તાલીમપણ છે)
તેમજ મીલકત હસ્તાતરણ કે માત્ર સંસ્થાઓના જે નામ છે તે મુજબ નામોના હસ્તાંતરણ તે પણ સ્પષ્ટ નથી ગુજરાત સરકાર સાથે એમયોયુ કરાયા છે તે તો ગુજરાતમા આ ક્ષેત્રની એક સંસ્થા સ્થાપવાની વાત છે તેનાથી ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી બાકાત રહેશે તે સ્પષ્ટ થતુ નથી અને ગુજ.આયુ.કેમ્પસમા આ બધુ કાર્યરત રહેશે તેમ દર્શાવાયુ છે

-એક ચોક્કસ ફોર્મેટ પૃષ્ઠભૂમિ હેતુ લાભ વગેરે દર્શાવતુ કાયદાનુ સ્વરૂપ હોય છે ઇટ્રા એક્ટ તો ઉતાવળે બનાવી જલદી યુનિ. પાસેથી બધુ આંચકી લઇ બજેટ મોટુ ફાળવાય કેન્દ્ર માથી તે હેતુ મા અમુક છુટી ગયુ છે તેવો એક્ટ હોવાનુ અભ્યાસુઓનોમત છેવહા ઇટ્રા રૂલ્સ એક્ટ કરતા વધુ સારી રીતેના ફોર્મેટમાં છે

–તમારે આયુર્વેદને વિશ્ર્વમાં પ્રચલીત કરવુ છે તો એક વાત એ અગાઉના પીજી ને જ તમે સમાવ્યુ છે તે કેન્દ્રસરકાની ગ્રાંટ થી અને કેન્દ્રના ધારા ધોરણથી ચાલતુ હતુ તો એના સંશોધનો જાહેર કરો અને આ પીજીને જ નેશનલ ઇનસ્ટી.ઓફ ઇમ્પોર્ટન્સ જાહેર કર્યુ હોત તો??

-તમે જામનગરની આયુ.કોલેજને સમાવી તો બાકીની કોલેજો કાં બાકાત રાખી ?? નહીતર તમને શિક્ષણ સંશોધન નો વ્યાપ વધુ મળી રહ્યો હોત ને??

-એક જકેમ્પસમા સમાન કામ કરતી બે સંસ્થાઓના કાયદાકીય અસ્તિત્વ અલગ અલગ હોય જ ન શકે ને??

-વિશ્ર્વકક્ષાએ આયુર્વેદને લઇ જવાનુ છે તો ચાર વર્ષમા ઇટ્રા વિશ્ર્વકક્ષાએ કેટલુ પહોંચ્યુ તે જાહેર જનતા જાણતી નથી(કે પછી આપણા નેબજલદી સાચવીનલોહોદા દઇ દો ગ્રાન્ટસ લઇનખર્ચ જલદી બતાવી બીજી ગ્રાન્ટસ મેળવો સગવડીયા ધરમ જેવા ઠરાવ જરાવી લ્યો વેબસાઇટ ઉપર બધુ રૂપકડુ બતાવો ……

-ક્વોલીટી એ જ રહેશે શિક્ષણ અને માર્ગદર્શનની કેમકે મુળ સ્ટાફ જે આયુ.યુનિ.નો છે તે જ ઇટ્રામા છે તો અત્યાર સુધી ક્વોલીટી શિક્ષણ નહતુ પદ્ધતિસર સંશોધન ન હતુ તો શું માત્ર નાણા સમય શક્તિ વેડફાતા હતા?? ને ઇટ્રા એ ચાર વર્ષમા શું સંશોધન કર્યા કે શરૂઆત કરી કે રૂપરેખા બનાવી કે સંશોધકો બહારથી કેટલા લાવ્યા??નિવૃત થયેલા ઘણા નિષ્ણાંતો છે તેમને લાવ્યા?? ડાયરેક્ટર હાલ તો પીજીના હતા તેમને જ મુકવા ના હતા અને મુક્યા પણ ખરા હવે તેઓ નીપાંચ વર્ષની ટર્મપુરી થયા પહેલા રાજીનામુ આપી ફરી પંચકર્મની ઓપીડી કરવા બેસી ગયા છે તો હવે ત્યારબાદ શું??બીલ્ડીંગ એ જ રહેશે કેમ્પસ એ જ રહેશે સ્ટાફ એ જ રહેસૈ નાણા વાપરનારા એ જ રહેશે પદ્વતિઓ પણ એ જ જોવા મળે છે તો નવુ શું થશે ??

-ગુજરાત આયુર્વેફ યુનિવર્સીટીને બાકાતબરાખવાનુ જે કારણ હોય ઇટ્રા ઉતાવળે બનાવી જે હેતુ સિદ્ધ કરવા પ્રયાસ અત્યાર સુધી થયા અને ભારત ભરના નિષ્ણાંતો બોલાવી માર્ગદર્શન ન મેળવાયુ તે હવે રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ સમજમા આવે છે કે માત્ર વધુ ગ્રાંટ સિવાય ઇટ્રા નો હેતુ બીજો શુ હોઇ શકે??

–તમે યુનિ. ને બાકાત રાખી જે નેશનલ ઇમ્પોર્ટન્સમા સમાવ્યુ તે પીજીસેન્ટર કોલેજ યોગકેન્દ્ર ફાર્મસી સંસ્થા અને ઔષધ કેન્દ્ર ઓલરેડી વરસોથી કાર્યરત હતા યુનિ.ની નીચે તે છે તમે કઇ મોથ મારી નવુ નથી કર્યુ ને?? તો પછી ઇમ્પોર્ટન્સ તો યુની. નુ જ એક રીતે થયુ ને નહીતર નવી સંસ્થા બનાવિ કુટાવ અથડાવ પછી ઇમ્પોર્ટન્સ મળે આ તો હતુ ઇ જ છે તમે નવુ શું કર્યુ?? શિક્ષણ તાલીમ સંશોધન વરસોથી થાય છે પુરી લગન થી થાય જ છે એવતૈયાર ભાણે જમવાના અધિનિયમકરી વધુ ગ્રાંટ સિવાય શાસ્ર સન્માનનો હેતુ હોય તેવુ જણાતુ તો નથી

ઇન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ નો દરજ્જો આપી દેવાયો પરંતુ પેરામીટર અંગે સધન સર્વે થયુ??
ઇટ્રા એક્ટ થી વિસંગતતા વધી માટે કાયદેસરતા પડકારી શકાય છે હા સંશોધન કેન્દ્ર ઇન્સ્ટી.ઓફ નેશ.ઇમ્પો. થયુ તે ખૂબ જ યોગ્ય છે પરંતુ તે તો ૧૯૫૬ થી છે જ યુનિ. હેઠળ અને હજુ ગતિ લાવવા દરજ્જો વધારાયો પરંતુ દરજ્જા બાદ શું ઉપયોગી કઇ થયુ??

જામનગરવશહેર જિલ્લા દ્વારકા જિલ્લો સૌરાષ્ટ્રમાં ઇટ્રા એ શું લોકોને સ્વસ્થ રહેવાની શાસ્રીય સચોટ જાણકારી અને શું ખાવુ શુંવન ખાવુ ?? કઇ પ્રકૃતિ કઇ જીવન પદ્વતિ કઇ ઋુતુ કઇ ઘરની ઔષધી અને ખોરાક બનાવવામાં શું ઉપયોગમાંલેવુ..છતાય……..બાદમાં જરૂર પડે તો…….શું ઔષધ લેવાય?? કેમકે આયુર્વેદીક ઔષધોની આડઅસર ન હોવાની માન્યતા દૂર કરવી પડે ને?? દાખલા તરીકે રસ રસાયણ વગેરે જરૂર મુજબ ક્ષમતા મુજબ જલેવાય વગેરે…… માટેના વિસ્તાર વાઇઝ ગામ વાઇઝ કેમ્પ કર્યા?? માત્ર પોતાના દવાખાનામા કેમ્પ કર્યા એ એમ.ડી. અને પીએચ.ડી.માટે સંખ્યા દર્શાવે બાકી ત્યા આવતા દરદીઓને પોતાની ફાર્મસીના પુરતા ડોઝના ઔષધ નથી આપતા બહારથી લખી દે છે …..આ છે નેશનલઇમ્પોર્ટન્સ??હેં??

 

<<>>>>>>>>>>ગુગલી……<<<
.
@@@@@હજુ કહેવાતુ હર્બલ સીરપ ગોળી મસાજ કે બે પાંચ આસન કે કોક ઉપવાસ જે અમુક દેશોમા વેચાય છે વપરાય છે તેને આયુર્વેદનો વ્યાપ છે એમ ન કેવાય
માત્ર સાત દેશોમાં જ આયુર્વેદ ડીગ્રી અને પ્રેક્ટીસને માન્યતા છે તેમા આ ઇટ્રા ના ચાર વર્ષમા કેટલા દેશ વધ્યા??

[હજુ લોકલ ઓડીટ ફંડના પેરા જે વધુ પ્રમાણમાં ફાર્મસી(ઓષધ ખરીદીથી માંડી ઘણુ બધુ છે જે ફાર્મસીવાળા તો ન જ જણાવેનદ પણ રેકર્ડ ઉપર શું છે તે આગામી દિવસોમાં જાણીશુ) જાહેર અને પીજીના ખર્ચના છે તેમજ કોન્ટ્રાક્ટ અપાયા ડ્યુ પ્રોસીજર વગરના પ્રવાસ ભથ્થા અન્ય ભથ્થા મીલકત અને સંશાધન જાળવણી ના તે હવે ચીફ એકાઉન્ટ જનરલ (કેગ)ને સોંપાશે કેમકે ઇટ્રામા ભળેલી સંસ્થાઓના થોકબંધ પેરા બાકી છે આપુર્તિ થઇ નથી માટે જેમ કોર્ટ દાવા મેટર જુના હોય તે કન્ટીન્યુ રહેશે તેમ એક્ટ મા દર્શાવ્યુ છે તેવી જ રીતે ઓડીટ પેરા પેન્ડીંગ ને ઉભા જ રહેશે કેમકે રાજ્યસરકારના લોકલ ફંડ વિભાગે નિર્ણય લઇ લીધો છે આ પેરા આપુર્તિની બાબત સરકારી કમીટીઓમાં પણ મુકવી છે અને બજેટ પહેલા ધ્યાને લેવડાવવી જ છે તો તે મુજબ થઇ ગયુ હવે તેની ફલશ્રુતિ જ જોવાની છે]

માટે કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયે સ્ટેન્ડીંગ કમીટી ઓફ એકાઉન્ટ બનાવી પરંતુ ખર્ચની ગાઇડલાઇન બનાવી નથી તે ખુબ અસરકારક બનાવવિ પડશે અને નાણા કરતા નિયતની વધુ જરૂર હોય ક્યાય નિયતની રસીઓ બનતી હોય તો ઘણુ ખરૂ જેના હાથમા નાણા સંચાલન હોય તેમને રસીકરણ કરવુ પડશે
________________________

BGBhogayata

b.sc.,ll.b.,dny(GAU),journalism (hindi)ind.rela.&personal mang.(dr.r.prasad uni.)

gov.accre.Journalist

jmr

8758659878

[email protected]

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button