HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:ભાજપ-કોંગ્રેસમાં મોટા ભંગાણ, અગ્રણીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા — ગુજરાતમાં માત્ર એક જ વિકલ્પ આપ

HALVAD:ભાજપ-કોંગ્રેસમાં મોટા ભંગાણ, અગ્રણીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા — ગુજરાતમાં માત્ર એક જ વિકલ્પ આપ

 

 

આજરોજ હળવદ તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા વિશાળ ખેડૂત મહાસભા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલીયા, પ્રદેશ કિસાન પ્રમુખ રાજુભાઈ કરપડા, કાર્યકારી પ્રમુખ કૈલાસદાનગઢવી, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, હળવદ તાલુકા પ્રમુખ ચંદુભાઈ મોરી, ધાંગધ્રા વિધાનસભા સહ-પ્રભારી કમલેશભાઈ ડઢાણીયા, તેમજ મોરબી જિલ્લા ટીમ અને હળવદ આમ આદમી પાર્ટી ટીમ ઉપસ્થિત રહી હતી.

મહાસભામાં એક ઐતિહાસિક ફેરફાર જોવા મળ્યો — વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા હળવદ તાલુકા પ્રમુખ ડૉ. કે.એમ. રાણા, મોરબી જિલ્લા કોંગ્રેસના કે.ડી. બાવરવા, તેમજ ભાજપ અને કોંગ્રેસના અનેક અગ્રણીઓએ પોતાની જૂની પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીનો ખેશ ધારણ કર્યો. આ પગલાથી સ્પષ્ટ સંદેશો ગયો છે કે ગુજરાતમાં બંને જૂની પાર્ટીઓમાં મોટા પાયે ભંગાણ ફાટી નીકળ્યું છે અને લોકો નવા વિકલ્પની શોધમાં છે.

ગુજરાતની જનતા હવે ભાજપની ખેડૂતો વિરોધી નીતિઓ અને કોંગ્રેસની નિષ્ક્રિયતા સામે મજબૂત વિકલ્પ તરફ વળી રહી છે. આમ આદમી પાર્ટી એ સાફ રાજકારણ, જનકલ્યાણ અને ખેડૂતોના હક્ક માટે લડવા મેદાનમાં ઊતરી છે.

મહાસભામાં હળવદ તાલુકાના ખેડૂતોના પાણી, વીજળી, પાકના વળતર અને બજારની યોગ્ય કિંમત જેવા ગંભીર પ્રશ્નો પર ચર્ચા થઈ. ખેડૂતો સાથે થતા અન્યાય સામે રાજ્યવ્યાપી લડત લડવાની પ્રતિજ્ઞા લેવાઈ.

આમ આદમી પાર્ટી હવે ગુજરાતના લોકોનો એકમાત્ર સાચો વિકલ્પ છે — જૂની પાર્ટીઓના ખોખલા વચનોને બદલે સાફ રાજકારણ અને વિકાસનો માર્ગ.

Back to top button
error: Content is protected !!