GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સાતેમ પ્રાથમિક શાળામાં કિશાન શિબિર થતા વન્યપ્રાણી સંવાદ કાર્યક્રમ યોજાયો….

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

*દીપડા દેખાયાના બનાવ બનતા દીપડા સાથેના સહજીવન પર વૈજ્ઞાનિક સમજૂતી પૂરી પાડી*

નવસારી, તા.૦૫: સામાજિક વનીકરણ વિભાગ નવસારીના નાયબ વનસંરક્ષક શ્રીમતિ ઉર્વશી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સુપા રેન્જ અને ટિમ્બર એસોશિએશન નવસારીના સંયુક્ત ઉપક્રમે સાતેમ પ્રાથમિક શાળામાં કિશાન શિબિર થતા વન્યપ્રાણી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન શ્રી  કેયુર પટેલ, એ.સી.એફ નવસારી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નવસારી ટીમ્બર એસોસિએશનના પ્રમુખ શ્રી શંકરભાઈ પટેલ, સુપા રેન્જ ફોરેસ્ટ ઓફિસર હીનાબેન પટેલ ,તથા નવસારી એગ્રિ કલ્ચર યુનિવર્સિટી થી ડો. વિજય પ્રજાપતિ, અસોસિયેટ પ્રોફેસર ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનશ્રીઓએ કૃષિ વાનીકી ખેતી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે સાતેમ નાગધરા બાજુના ગામોમાં જ્યાં દીપડા દેખાયાના બનાવ બનેલ છે તે અનુસંધાને નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના રિસર્ચર ડૉ.મોહમ્મદ નવાઝ દહિયા દ્વારા દીપડા સાથેના સહજીવન પર વૈજ્ઞાનિક સમજૂતી પૂરી પાડી હતી.આ ઉપરાંત એક પેડ માં કે નામ ૨.૦ અંતગર્ત ૧૨૦૦ જેટલા ઇમારતી,સુશોભન,ફળાઉ વગેરે પ્રકારના રોપા અને ઇકો ફ્રેન્ડલી બેગ શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો, ટિમ્બર એસોસિએશન ના સભ્યો તથા રાહદારીઓને વિતરણ કરાયા હતા. અંતે પ્રકૃતિ જતનની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!