અનેક વકીલો,પત્રકારો, મહિલાઓ નો સંગઠન માં સમાવેશ સાથે જિલ્લા ના હોદ્દેદારો નું પણ સન્માન
સુરત ખાતે પત્રકાર એકતા પરિષદ નું મહા અધિવેશન યોજાયું…
અનેક વકીલો,પત્રકારો, મહિલાઓ નો સંગઠન માં સમાવેશ સાથે જિલ્લા ના હોદ્દેદારો નું પણ સન્માન..
સમાજના શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી,પત્રકાર એકતા પરિષદ સાથે કદમ મિલાવવા નિર્ણય..
ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા અનેક સફળતા ના શિખરો સર કર્યા બાદ એક ૪૦૦ પત્રકાર સભ્યો માંથી આજે ૧૦.૦૦૦ જેટલા પત્રકાર પરિવાર નું વટવૃક્ષ બની નામના નાના પત્રકાર ને છાંયડો પીરસી રહ્યું છે અને સરકાર સમક્ષ પત્રકારો ની માંગણી ને વાચા અપાવવા જઇ રહ્યું છે ત્યારે પત્રકારો પણ હવે પોતાનો પરિવાર માનીને સંગઠનમાં જોડાઈ રહ્યા છે ત્યારે દરેક જીલ્લા તથા તાલુકા કક્ષાએ અધિવેશન યોજાઇ રહ્યા છે ત્યારે રવિવારે સવારે સુરત ખાતે જીલ્લા અધિવેશન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સરકારી અધિકારીઓ અને દાતા શ્રીઓ તથા પત્રકારો જોડાઈ ને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
ગુજરાત રાજ્ય માં ૩૩ જીલ્લા અને ૨૫૨ તાલુકાઓમાં પ્રસરેલું પત્રકાર એકતા પરિષદ સંગઠન હરહંમેશ પત્રકારો ના પ્રાણ પ્રશ્નો ને વાચા આપતું આવ્યું છે ત્યારે સુરત ખાતે આવેલ ક્રિષ્ન સુદામા બેંક વેટ હોલ ની અંદર મોટા વરાછા ખાતે મળ્યું હતું જેમાં સૌ પ્રથમ રાષ્ટ્રગાન કરી ને મહાનુભાવો નો હસ્તે દિપ પ્રાગટય કરી ને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો નું સન્માન કરાયું હતું ત્યારબાદ પ્રદેશ ઉપપ્રમુખ વસંતભાઈ અને પ્રદેશ આઇ ટી સેલ ના નિતીન ઘેલાણી એ હાજર પત્રકારોને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું પ્રદેશ ઉપાધ્યક્ષ મનોજભાઈ સોનીએ જણાવ્યું હતું કે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા બધા પત્રકારોને એક કરવા નિકળ્યા છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો સુરતના ડોક્ટર મેઘજીભાઈ એ જણાવ્યું હતું કે આજના માહોલ પરથી ચોક્કસ લાગે છે કે તમારૂં સંગઠન સો ટકા ગીનિસ બુક ઓફ વર્લ્ડ મા સ્થાન મળશે અને હું વ્યવસાયે ડોક્ટર હોવાથી મારા લાયક જે કંઇ પણ જરુર હોય તે જણાવવા આહવાન કર્યું હતું ત્યારે કાર્યક્રમ ના ભોજનદાતા પ પુ સદગુરુ દેવ માડીનુ પણ સન્માન કરાયું હતું તેમજ અધિવેશન ના મુખ્ય દાતા અરવિંદભાઈ પટેલ નું પણ વિશેષ સન્માન કરાયું હતું ત્યારબાદ અન્ય હાજર મહાનુભાવો દ્વારા પણ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા ત્યારે સુરતની પત્રકાર એકતા પરિષદ ટીમ દ્વારા પણ જીલ્લા પ્રમુખ સતિષભાઈ કુંભાણીનુ સન્માન કરાયું હતું ત્યારબાદ તમામ મહીલા વિંગ દ્વારા પ્રદેશ મહિલા વિગ ના અધ્યક્ષ સમીમબેન પટેલ નું સન્માન કરાયું હતું તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે મહીલાઓને પ્રાધ્યાન આપ્યું છે તે રીતે જ પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયાએ પણ આપણી ટીમમાં મહીલાઓ ને એટલું જ કવચ આપે છે ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ ના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા દાદા એ જણાવ્યું હતું કે જે પત્રકારો થઈ ને પત્રકારો ની ટીકા કરે છે તે સાનમાં સમજી લેજો આ સંગઠન માં નાના મોટાનો ભેદભાવ નથી પીળું પત્રકારત્વ કરતા લોકોનું આ સંગઠન નથી સાચા અર્થમાં પત્રકારો ની પીડા સમાજને પણ નથી પત્રકાર સ્વમાની છે તેને પ્રમાણિક રાખવાની જવાબદારી સૌની છે આ સંગઠન ના પત્રકારો પત્રકારત્વ ની સાથે સાથે સેવાઓ પણ કરે છે સૌથી ખરાબ પરિસ્થિતિ પત્રકારો ની ગુજરાત માં છે ત્યારે હવે ટુંક સમયમાં જ આ પ્રશ્નો ઉકેલાઇ જશે ત્યારે યોજાયેલ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા દાદા મહિલા અધ્યક્ષ શ્રી સમીમબેન પટેલ તથા પ્રદેશ મહામંત્રી કિરણભાઈ મલેશિયા ઝોન પ્રભારી મનોજભાઈ રાવલ અને સાબરકાંઠા જિલ્લા પ્રમુખ મેહુલભાઈ પટેલ જિલ્લા મહામંત્રી કૃષ્ણવદરસિંહ પુવlર મંત્રી રાકેશ પટેલ સહમંત્રી રાજેશભાઈ જ્યોર્જ હોદ્દેદારો તથા જીલ્લા, તાલુકાના હોદ્દેદારો અને રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓ તથા દાતાશ્રીઓ હાજર રહ્યા હતા તેમજ સુરત જીલ્લા પત્રકાર એકતા પરિષદ ની સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
અહેવાલ:- પ્રતિક ભોઈ