GUJARATIDARSABARKANTHA

હિંમતનગરના ડૉ.નલિનકાંત ગાંધી ટાઉનહોલ ખાતે મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો*

 

હિંમતનગરના ડૉ.નલિનકાંત ગાંધી ટાઉનહોલ ખાતે મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો*

**

*મહિલા જાગૃતિ સેમિનારમાં ૭૫૦ જેટલી વિદ્યાર્થીનીઓ સહભાગી બની*

**

સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ડીઆઈજી શ્રી તેમજ પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ સેમિનાર ડૉ.નલિનકાંત ગાંધી ટાઉનહોલ હિંમતનગર ખાતે યોજાયો હતો.

 

મહિલા સેમિનાર કાર્યક્રમમાં ડીવાયએસપીશ્રી રીમાબા ઝાલા દ્વારા વિશાખા ગાઈડ લાઈન,કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી,મહિલાઓને લગતા નવા કાયદાઓની વિગતે માહિતી આપી હતી.

આજકાલ સૌ થી વધુ ગુનાહિત પ્રવૃત્તિ મોબાઇલ તેમજ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી થાય છે ત્યારે સાયબર તથા જિલ્લા ટ્રાફિકના અધિકારીશ્રીઓ દ્રારા સાયબરને લગતા ફ્રોડ,ડિજિટલ એરેસ્ટ વિડીયો ફ્રોડ, પોક્સો એક્ટના કાયદા અંગેની જાણકારી, નવા કાયદાઓની અમલવારીની જાણકારી, ટ્રાફિક અવેરનેસને લગતી માહિતી આપવામાં આવી હતી.

 

આ સાથે વિદ્યાર્થીનીઓથી લઈ મોટી ઉંમરની મહિલાઓ માટે કાયદાની જોગવાઈ અંતર્ગત બાળકો માટે ગુડ ટચ બેડ ટચ સહિત શારીરિક તેમજ માનસિક ત્રાસ સહિત સાયબર ફ્રોડ અંતર્ગત પાયારૂપ જાણકારી આપવામાં આવી હતી. ભારતીય દંડ સંહિતા તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિગતવાર જાણકારી આપી હતી. અંગ્રેજોના સમયની ચાલી આવતી ભારતીય દંડ સંહિતામાં પાયારૂપ ફેરફાર કરી હાલમાં નવી શરૂ કરાયેલ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ-૨૦૨૩, નાગરિક સુરક્ષા સંહિતા અધિનિયમ-૨૦૨૩,ભારતીય સાક્ષ્ય અધિનિયમ-૨૦૨૩ની માહિતી આપવામાં આવી હતી.તેમજ જિલ્લા પોલીસની શી ટીમની કામગીરી, અભયમ હેલ્પલાઇન ૧૮૧ ની કામગીરી,સાયબર ફ્રોડમાં ૧૯૩૦ ઉપર કોલ કરી ફરિયાદ નોંધાવવા બાબતે પણ આ વિદ્યાર્થીનેઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.આ સેમિનારમાં પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારી સહિત શાળા કોલેજની વિધ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!