હાલોલ:બાસ્કા ગામે લાકડાના ગોડાઉન ભીષણ આગ,ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૧.૨૦૨૫
હાલોલ તાલુકાના બાસ્કા ગામે લાકડાના સ્ક્રેપમાં અચાનક આગ લાગતા દોડધામ મચી છે, ત્રણ ફાયર ફાઈટર દ્વારા આગ ઉપર નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ વિકરાળ બનેલી આગ નિયંત્રણ બહાર જતી રહી છે.હાલોલ તાલુકાના બાસ્કા ગામે આવેલ લાકડાના ગોડાઉન એકઠો કરવામાં આવેલો સ્ક્રેપ આજે બપોરે અચાનક સળગી ઊઠ્યો હતો. અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી બાસ્કાના તલાટી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયરની ટીમોને તાત્કાલિક જાણ કરતા હાલોલ નગરપાલિકા કાલોલ નગરપાલિકા અને પોલીકેપ કંપનીની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.મોટી માત્રામાં અત્રે લાકડાની સાથે પ્લાસ્ટિકનો અને સ્પંચ નો સ્ક્રેપબનેલા નો પણ જથ્થો હોવાથી જોત જોતા માં આગે વિક્રાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. લાકડાના વિશાળ જથ્થામાં આગ લાગતા આગ અનિયંત્રિત બની છે, હાલ વધુ ફાયરની ટીમો બોલાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.