GUJARATSABARKANTHA
એમ.એમ ચૌધરી આર્ટસ કોલેજ રાજેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ 21 ફેબ્રુઆરી 2025 ના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી.
અહેવાલ:- પ્રતિક ભોઈ
વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને વિશ્વભારતી એજ્યુકેશન સંસ્થાન સંચાલિત એમ.એમ ચૌધરી આર્ટસ કોલેજ રાજેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ 21 ફેબ્રુઆરી 2025 ના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના તેમજ પધારેલ વક્તા પ્રા.ડૉ .સંજયભાઈ પરમારનું (આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ભિલોડા )શાલ અને પુસ્તક થી સ્વાગત કરવામાં આવેલ.ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રા. ડૉ.મહેશભાઈ પટેલે વક્તાશ્રીનો પરિચય આપી, માતૃભાષા અને સાંસ્કૃતિક વારસો સંદર્ભે વાત કરી હતી.બીજા વક્તા ડૉ.સંજયભાઈ પરમારે માતૃભાષાની આજના સમયમાં થઈ રહેલી ઉપેક્ષા તેમજ માતૃભાષાના મહત્વ અંગે રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું.કાર્યક્રમનું સમગ્ર સંચાલન ડૉ.પ્રવિણભાઇ વાઘેલાએ કર્યું હતું.આભારવિધિ પ્રા.જ્યોત્સનાબેન ચૌધરીએ કર્યું હતું.