તા. ૨૧૦૬૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી તાલુકાની શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.દર વર્ષે 21 મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 2015 થી આ દિવસ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવાની માન્યતા મળી ત્યારથી આ દિવસ આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે. શાળાના શિક્ષક અશ્વિનભાઈ સંગાડા એ યોગ વિશે માહિતી આપી હતી અને ફાયદા વિશે સમજ આપી હતી. શાળા સ્ટાફ અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય દિલીપકુમાર એચ. મકવાણાએ યોગ દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી અને જીવનમાં યોગ વિશેની જાણકારી આપી હતી.