તા.૨૧.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી તાલુકાની કાવડાના મુવાડા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
સંજેલી તાલુકામાં આવેલ કાવડાના મુવાડા પ્રાથમિક શાળામાં 21 મી જૂનના રોજ વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકોને વિવિધ પ્રકારના યોગ કરાવવામાં આવ્યા હતા સાથે સાથે સ્ટાફ દ્વારા પણ યોગ કરવામાં આવ્યા હતા. શાળાના શિક્ષક મહેશભાઈ બારીયા દ્વારા જીવનમાં યોગ વિશેની માહિતી આપી હતી. યોગથી થતા ફાયદાની જાણકારી આપી હતી. શાળાના આચાર્ય દ્વારા વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી આમ કાવડાના મુવાડા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી