જામનગરની લેબર કોર્ટમાં વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી થઇ
“એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ” સાથે ૧૧મો ઇન્ટરનેશનલ યોગ ડે ઉજવાયો
જામનગર (ભરત ભોગાયતા)
ભારતની પ્રાચીન સ્વાસ્થ્ય પરંપરામાં યોગ દર્શન નુ વિશેષ મહત્વ છે આમેય સંયુક્ત રાષ્ટ્ર એ ૨૦૧૫ થી દર ૨૧ જુને વિશ્ર્વ યોગ દિવસ ઉજવવાનુ શરૂ કર્યુ તેનો શ્રેય ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શિરે છે
“વસુંધૈવ કુટુંબકમ”
અને
“સર્વે સન્તુ નિરામયા” ની અજોડ ભાવના આપણી સંસ્કૃતિ છે ત્યારે આ વખતની યોગ ડે ની થીમ “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ” એ ભારતના પ્રાચીન વારસાને સુસંગત છે
આ મહત્વને ધ્યાને લઇ વિશ્ર્વભરની જેમ જામનગરની લેબર કોર્ટમાં આજે યોગાભ્યાસ યોજાયા હતા
આજ રોજ મજુર અદાલત જામનગર ખાતે યોજાયેલ યોગ દિવસ માં લેબર લોઝ પ્રેક્ટિસનર એશોશિએશન જામનગર ના પ્રમુખ શ્રી પંકજભાઈ જોષી તથા મજુર અદાલત ના ન્યાયધીશ શ્રી ઠાકર સાહેબ
સુપ્રિટેન્ડેન્ટ શ્રી નંદા સાહેબ મજુર અદાલત અને ઔધોગિક અદાલત ના
તમામ સ્ટાફ ભાઇઓ અને એડવોકેટ શ્રી જે.એમ.પરમાર ઉપસ્થિત રહેલા . અને સફળતા પુર્વક કારયક્રમ યોજાયેલ હતો
યોગાભ્યાસ એકાગ્રતાથી કરીને પુર્ણ કર્યા બાદ આ તકે સૌ એ સ્ફુર્તિ અને તાજગીનો અનુભવ કર્યાનો સૌ નો અનુભવ જાણવા મળ્યો હતો
_______________________
—regards
bharat g.bhogayata
Journalist (gov.accredate)
b.sc.,ll.b.,diploma in yoga naturopathy(G.A.U.),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com